મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાતમાં ૫૦૦ નવા જનરક્ષક વાહનોનું ફ્લેગ ઓફ, પોલીસ રિસ્પોન્સ ટાઈમ ઘટશે

ગુજરાત પોલીસની કાર્યક્ષમતા વધારવા અને રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્

તસવીર: gstv

ગુજરાત પોલીસની કાર્યક્ષમતા વધારવા અને રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવાના આશયથી પોલીસ કાફલામાં ૫૦૦ નવા '૧૧૨-જનરક્ષક' વાહનો ઉમેરવામાં આવ્યા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. નવા વાહનોના ઉમેરા સાથે હવે રાજ્યભરમાં ઇમરજન્સી રિસ્પોન્સ માટે કુલ ૧,૦૦૦ 'જનરક્ષક' વાહનો તૈનાત રહેશે, જેનો મુખ્ય લક્ષ્યાંક આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી પોલીસ રિસ્પોન્સ ટાઈમ ઘટાડીને ૮ મિનિટથી નીચે લાવવાનો છે. આ ઉપરાંત, નાગરિકોની સુરક્ષા વધારવા ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી જેવી એપ્સમાં '૧૧૨ પેનિક બટન' ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સિસ્ટમ કાર્યરત થયાના માત્ર ૧૧ મહિનામાં જ ૧૧.૦૪ લાખથી વધુ ઇમરજન્સી કોલ્સ મેળવી તાત્કાલિક સહાય પહોંચાડવામાં આવી છે.

આ સમાચાર શેર કરો