VIDEO: મહારાષ્ટ્રમાં ખેડૂતોનું 48 હજાર કરોડનું વીજ બીલ માફ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં ખેડૂતોના દેવા માફીના વાયદા બાદ હ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં ખેડૂતોના દેવા માફીના વાયદા બાદ હવે ખેડૂતો માટે વધુ એક મોટી જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી છે કે સાડા સાત હોર્સપાવર સુધીના કૃષિ કનેક્શનના જૂના બિલ માફ કરી દેવામાં આવશે. દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, કૃષિ ક્ષેત્રમાં પાણીના પુરવઠા માટે ઉપયોગમાં લેવાતા સાડા સાત હોર્સપાવરના મોટર પંપના બિલ હાલ પૂરતા જાહેર કરવામાં આવી રહ્યા નથી. જોકે, જૂના બિલ હજુ પણ તમામ ખેડૂતોના ખાતામાં જમા બોલે છે, જે ક્યારેય પણ વસૂલ કરી શકાય છે. આવા સંજોગોમાં જો કોઈ ખેડૂત નવું કનેક્શન લેવા જાય છે, તો તેને નકારી દેવામાં આવે છે. તેથી સરકારે સાડા સાત હોર્સપાવર સુધીના જૂના બિલોને માફ કરવાનો નિર્ણય કર્યો છે. જાહેરાત અંતર્ગત રૂપિયા 48 હજાર કરોડનું જૂનું બિલ વસૂલ કરવાનું બાકી છે, જેને સરકારે માફ કર્યું છે.




