video: મહારાષ્ટ્રમાં યુસીસી અમલમાં લાવવા રાજ્ય સરકારે શરૂ કરી તૈયારી
મહારાષ્ટ્રમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલેકે UCC અમલમાં લાવવા માટે રાજ્ય સર

મહારાષ્ટ્રમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલેકે UCC અમલમાં લાવવા માટે રાજ્ય સરકારે તૈયારી શરૂ કરી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 7 સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચનાની જાહેરાત કરી છે, જેના અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટની નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. સમિતિને છ મહિનામાં પોતાનો અહેવાલ સરકારને સોંપવાનો સમય આપવામાં આવ્યો છે. ફડણવીસે જણાવ્યું કે સરકાર નાગપુરમાં યોજાનારા શિયાળુ વિધાનસભા સત્ર દરમિયાન UCC સંબંધિત વિધેયક રજૂ કરવાનો પ્રયાસ કરશે. આ પગલાને રાજ્યમાં સમાન નાગરિક કાયદાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.




