મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ચલાલામાં ૩ કલાકમાં ૪ ઈંચ વરસાદથી સર્જાયું જળતાંડવ!

અમરેલી જિલ્લાના ધારી પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને મુશળધાર બેટિંગ શરૂ કરતાં સમગ્ર વિસ્તાર

તસવીર: GSTV

અમરેલી જિલ્લાના ધારી પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને મુશળધાર બેટિંગ શરૂ કરતાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે, જેમાં ખાસ કરીને ચલાલા પંથકમાં માત્ર ત્રણ કલાકમાં જ ૪ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. આ અતિવૃષ્ટિના કારણે ચલાલાથી અમરેલી જવાના મુખ્ય માર્ગ પર બે-બે ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે, જ્યારે ચલાલાથી ઢોલરવા અને ચલાલાથી મીઠાપુર ડુંગરી જવાના ગ્રામ્ય માર્ગો સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. અમરેલીથી ધારી સ્ટેટ હાઈવે પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, જેના લીધે વાહનવ્યવહાર ખોરવાઈ જતાં મુસાફરો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ભારે પૂરના કારણે ચલાલાના ઐતિહાસિક ભીમનાથ મહાદેવ મંદિરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હોવાના વિઝ્યુઅલ્સ સામે આવ્યા છે. ચોમાસાની આ આફતથી ચલાલા પંથક સંપૂર્ણપણે પાણી-પાણી થઈ ગયો છે અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા સ્થાનિક જનજીવન ઠપ્પ થઈ ગયું છે.

આ સમાચાર શેર કરો