મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નડિયાદ પાલિકામાં 32 કરોડનું કૌભાંડ!

નડિયાદના કોર્પોરેટર અને શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપી આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા આચ

તસવીર: gstv

નડિયાદના કોર્પોરેટર અને શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપી આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા આચરાયેલા 32 કરોડના કૌભાંડની પોલ ખોલી છે. આક્ષેપ છે કે, વર્ષ ૨૦૧૧થી કાર્યરત એજન્સીઓ દ્વારા શ્રમિકોને લઘુત્તમ વેતન, PF, ESIC અને બોનસ ન આપી શોષણ કરવામા આવ્યું છે. જેથી આ મામલે દસ્તાવેજોનું ફોરેન્સિક ઓડિટ કરાવી નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવવાની માગ ઉઠી છે. સાથે જ દોષિત કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરી અને મિલીભગત ધરાવતા અધિકારીઓ સામે પણ ખાતાકીય પગલાં લેવાની માગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો