મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણા મહાનગરપાલિકાની બેઠકમાં 18 કામોને મંજૂરી

મહેસાણા મહાનગરપાલિકાની કારોબારી સમિતિની મહત્વની બેઠક કમિશનર શાલિની દુહાન સહિતના અધિકારીઓની હાજરીમ

તસવીર: gstv

મહેસાણા મહાનગરપાલિકાની કારોબારી સમિતિની મહત્વની બેઠક કમિશનર શાલિની દુહાન સહિતના અધિકારીઓની હાજરીમાં યોજાઈ હતી. બેઠકમાં રજૂ કરાયેલા કુલ 18 કામોને કારોબારી સમિતિએ સર્વાનુમતે મંજૂરી આપી છે. કુરિયર ચાર્જમાં ઘટાડો કરીને 11.90 રૂપિયાનો દર નેગોશિએશન બાદ 10.50 રૂપિયા કરવામાં આવ્યો છે. નવરાત્રિ દરમિયાન ડિજિટલ પેમેન્ટ કરનારને 11 ટકા રિબેટ આપવાનો પણ નિર્ણય લેવાયો છે. નાગરિકોની માગને ધ્યાને લઈ પરા સ્મશાનગૃહની સેવાઓ હવે 24 કલાક ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે, જેથી રાત્રિના સમયે પણ અંતિમસંસ્કારની સુવિધા મળી રહેશે.

આ સમાચાર શેર કરો