મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નર્મદાના સાગબારામાં જંગલ જમીનના હક માટેના ધરણાંનો ૧૫મો દિવસ: આદિવાસી નેતાઓની તબિયત લથડતાં આરોગ્ય ટીમ દ્વારા તપાસ

નર્મદાના સાગબારા તાલુકામાં જંગલ

તસવીર: gstv

નર્મદાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના હક અને અધિકારને લઈને ચાલતા ધરણા આંદોલનનો આજે ૧૫મો દિવસ છે. ઉપવાસ આંદોલન કરી રહેલા આગેવાન લીલાબેન વસાવા સહિતના આદિવાસીઓની તબિયત લથડતાં નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે આદિવાસીઓના સમર્થનમાં ફરી ધરણા સ્થળની મુલાકાત લીધી હતી....તેમની સૂચનાના પગલે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આંદોલનકારીઓનું મેડિકલ ચેકઅપ કર્યું હતું. છેલ્લા ૧૫ દિવસથી જંગલ જમીનના હકના મુદ્દે ખેડૂતો અને આદિવાસીઓનો અવિરત સંઘર્ષ યથાવત છે.

આ સમાચાર શેર કરો