VIDEO : મુખ્યમંત્રી રેવંતા રેડ્ડીની હાજરીમાં 130 માઓવાદીનું આત્મસમર્પણ
તમિલનાડુના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની હાજરીમાં શનિવારે પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓ
તમિલનાડુના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની હાજરીમાં શનિવારે પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી) ના લગભગ 130 કાર્યકરોએ આત્મસમર્પણ કર્યું છે. તેલંગાણાના પોલીસ મહાનિર્દેશકે જણાવ્યું કે કુલ 130 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું. છત્તીસગઢના 125 માઓવાદીઓએ મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાનો નિર્ણય લીધો. ચાર આત્મસમર્પણ કરનારા સભ્યો તેલંગાણાના અને એક આંધ્રપ્રદેશનો હતો.
આત્મસમર્પણ કરનારાઓમાં ત્રણ રાજ્ય સમિતિના સભ્યો, એક પ્રાદેશિક સમિતિના સભ્યો, 10 વિભાગીય સમિતિના સભ્યો, 46 ક્ષેત્ર સમિતિના સભ્યો અને 70 પક્ષના સભ્યોનો સમાવેશ થાય છે. આત્મસમર્પણ કરનારા માઓવાદીઓએ પોલીસને 124 શસ્ત્રો સોંપ્યા, જેમાં એક INSAS LMG રાઈફલ, AK-47 ની 31 રાઈફલ, 21 INSAS રાઈફલ, 20 SLR રાઈફલ, .303ની 18 રાઈફલ અને ૩૩ અન્ય શસ્ત્રોનો સમાવેશ થાય છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વરિષ્ઠ માઓવાદી નેતા થિપ્પીરી તિરુપતિ ઉર્ફે દેવજીના નેતૃત્વમાં સમગ્ર PLGA સમિતિએ શસ્ત્રો છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાવાનો નિર્ણય લીધો છે. પ્રતિબંધિત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી) ના વરિષ્ઠ નેતા દેવજી કે જેના માથા પર મોટું ઇનામ હતું. તેણે અગાઉ હૈદરાબાદમાં તેલંગાણાના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.





