મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાતના 10 તાલુકામાં 10 ઈંચ પણ વરસાદ નહીં, કચ્છ-દેવભૂમિ દ્વારકામાં વિકટ સ્થિતિ

ચોમાસાની વર્તમાન સિઝનમાં એકતરફ દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ

તસવીર: gstv

ચોમાસાની વર્તમાન સિઝનમાં એકતરફ દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે રાજ્યના 10 તાલુકા એવા છે જ્યાં સરેરાશ ૧૦ ઈંચ પણ વરસાદ વરસ્યો નથી. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, કચ્છમાં પડેલા અપૂરતા વરસાદથી કૃષિ અને જળસ્ત્રોતને માથે સંકટ તોળાયું છે.

આફતના વાદળો: ગુજરાતના 10 તાલુકામાં 10 ઈંચ પણ વરસાદ નહીં

અપૂરતા વરસાદથી જળસ્તર સતત ઘટી રહ્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકાના ચાર તાલુકા એવા છે જ્યાં 10 ટકાથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. દ્વારકા તાલુકામાં સરેરાશ 1 ઈંચ પણ વરસાદ પડ્યો નથી. ઓછા વરસાદને પગલે મગફળીનું 1,99,400 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. જેની સરખામણીએ ગત વર્ષે ઓક્ટોબર સુધી 2,17,000 હેક્ટર વાવેતર થયેલું હતું.

કયા તાલુકામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ?

    હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, 2 દિવસ આ વિસ્તારોને ધમરોળશે      
તાલુકો જિલ્લો વરસાદ સરેરાશ
દ્વારકા દેવભૂમિ દ્વારકા 0.59 2.28%
કલ્યાણપુર દેવભૂમિ દ્વારકા 1.29 3.41%
પોરબંદર પોરબંદર 2.95 9.34%
ખંભાળિયા દેવભૂમિ દ્વારકા 3.58 9.54%
ભાણવડ દેવભૂમિ દ્વારકા 3.03 9.75%
અબડાસા કચ્છ 1.85 10.28%
માંડવી કચ્છ 3.70 16.94%
અંજાર કચ્છ 3.81 17.29%
લખપત કચ્છ 2.99 20.27%
જામનગર જામનગર 6.73 20.41%

75 જળાશયમાં જળસ્તર 25 ટકાથી નીચું

ગુજરાતમાં 1 સપ્ટેમ્બરની સ્થિતિએ 75 જળાશય એવા છે જ્યાં જળસ્તર 25 ટકાથી પણ નીચું છે. 44 જળાશયમાં 25થી 50 ટકા, 29 જળાશયમાં 50થી 70 ટકા, 31 જળાશયમાં 70થી 100 ટકા અને 27 જળાશયમાં 100 ટકા જળસ્તર છે. હાલ દેવભૂમિ દ્વારકાના 12 જળાશયમાં 10 ટકાથી પણ ઓછું જળસ્તર છે. જ્યારે કચ્છની વાત કરવામાં આવે તો તેના 20 ડેમમાં સરેરાશ જળસ્તર 25 ટકાથી ઓછું છે.

રહાતની વાત એ છે કે, સરદાર સરોવરમાં 88.15 ટકા જળસ્તર નોંધાયું છે. જાણકારોના મતે આગામી બે સપ્તાહ ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છની કૃષિ માટે નિર્ણાયક છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર, સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી સિસ્ટમ સક્રિય થતાં નોંધપાત્ર વરસાદ પડી શકે છે.

મગફળી, કપાસ, બાજરીમાં ગત વર્ષ કરતાં અત્યારસુધી ઓછું વાવેતર

  • દેવભૂમિ દ્વારકા
પાક વર્ષ 2026 વર્ષ 2025
તુવેર 01 05
મગ 09 03
અડદ 32 07
મગફળી 1894 2170
સોયાબીન 34 04
કપાસ 33 43
શાકભાજી 26 30
ઘાસચારો 99 99
અન્ય સહિત કુલ 2139 2
  • કચ્છ
પાક વર્ષ 2026 વર્ષ 2025
બાજરી 177 263
જુવાર 13 05
તુવેર 189 82
મગ 169 323
કપાસ 795 778
શાકભાજી 79 102
અન્ય સહિત કુલ 4756 6493

દુષ્કાળ ક્યારે જાહેર કરાતો હોય છે?

ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની પ્રક્રિયા વરસાદ કેટલો ઓછો છે તેના આધારે થતી નથી. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય વરસાદના 75 ટકાથી ઓછો વરસાદ પડે તો દુષ્કાળની શક્યતા સર્જાય છે. પરંતુ આ એકલું પૂરતું નથી. આ સાથે ડ્રાય સ્પેલ, વાવેતરમાં ઘટાડો, જમીનમાં ભેજ, પાકની સ્થિતિ, ભૂગર્ભજળ અને જળાશયના પાણી જેવા માપદંડો પણ જોવાતા હોય છે. ગુજરાતમાં તાલુકા-વિસ્તાર પ્રમાણે દુષ્કાળ જાહેર થઈ શકે છે

આ સમાચાર શેર કરો