Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 12 pilgrims from Gujarat trapped in Nepal disaster, Gujarat govt issues emergency number

નેપાળ હોનારતમાં ગુજરાતના 12 યાત્રાળુઓ ફસાયા, ગુજરાત સરકારે જાહેર કર્યા ઈમરજન્સી નંબર

Timeછેલ્લું અપડેટ : 27 Aug 2026
લાઇવ ટીવીGoogle News
નેપાળ હોનારતમાં ગુજરાતના 12 યાત્રાળુઓ ફસાયા, ગુજરાત સરકારે જાહેર કર્યા ઈમરજન્સી નંબર
સોર્સ : gstv

નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં અચાનક આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનના કારણે કૈલાશ માનસરોવર યાત્રા તથા પ્રવાસ અર્થે ગયેલા ગુજરાતના 12 નાગરિકો ફસાયા હોવાની અને સંપર્કવિહોણા બન્યા હોવાની સત્તાવાર પ્રાથમિક માહિતી સામે આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ગાંધીનગર ખાતે સ્ટેટ કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે અને કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સતત સંકલન સાધીને બચાવ કામગીરી શરૂ કરાવી છે.

App Store

નેપાળમાં ફસાયેલા ગુજરાતના 12 નાગરિકોની યાદી

પ્રાપ્ત વિગતો અનુસાર, પૂરગ્રસ્ત વિસ્તારોમાં સંપર્કવિહોણા બનેલા 12 ગુજરાતીઓમાં અમદાવાદના 3, સુરતના 3, વડોદરાના 2, આણંદના 2 તથા રાજકોટ અને વલસાડના 1-1 નાગરિકનો સમાવેશ થાય છે.

અમદાવાદ
અશોકભાઈ ધીરજલાલ કાપડી - મેમનગર (છેલ્લો સંપર્ક: ગઈકાલે સવારે 08:30 આસપાસ)
દિનેશભાઈ પ્રાગજીભાઈ પટેલ - રહેવાસી: નવા વાડજ, મૂળ અમરેલી (યુએસ સિટીઝન)
ભાવિનકુમાર રજનીકાંત રાવલ - રહેવાસી: મોટેરા-કોટેશ્વર, મૂળ મહેસાણા (ઓસ્ટ્રેલિયન સિટીઝન - અન્ય 26 લોકોના ગ્રૂપ સાથે)

આણંદ
બિમલકુમાર પટેલ - રહેવાસી: વિદ્યાનગર રોડ (US નાગરિક - મૂળ ભારતીય)
જયમિનાબેન પટેલ - રહેવાસી: વિદ્યાનગર રોડ (US નાગરિક - મૂળ ભારતીય)
(નોંધ: આ બંને 'નમસ્તે નેપાળ ટ્રેકિંગ એન્ડ રિસર્ચ હબ' એજન્સી દ્વારા કૈલાશ માનસરોવર ગયા હતા.)

વડોદરા
કિન્નરી પટેલ - રહેવાસી: મણિનગર (અમદાવાદ)
મિહિર પટેલ - રહેવાસી: મણિનગર (અમદાવાદ)
(નોંધ: આ બંને 'રીચા ટુર્સ પ્રા. લિ.' મારફતે ગયા હતા, છેલ્લો સંપર્ક ગઈકાલે સવારે 04:51 એ થયો હતો.)

સુરત
પરેશભાઈ નટવરલાલ પટેલ - હાલ USA માં રહે છે.
જ્યોતિબેન પરેશભાઈ પટેલ - હાલ USA માં રહે છે.
મીનાક્ષીબેન સંજયભાઈ રામાણી - હાલ મુંબઈમાં રહે છે.

રાજકોટ
જય દિનેશ કોટેચા - હાલ મુંબઈમાં રહે છે (મૂળ પિતા રાજકોટના). છેલ્લો સંપર્ક ગઈકાલે 'ફ્રેન્ડશિપ બ્રિજ/ભોટે કોશી રિવર, રસુવાગઢી-કેરુંગ બોર્ડર' પાસે થયો હતો.

વલસાડ
રોમા દિલીપભાઈ ઇંટવાલા - રહેવાસી: હાલર, ઇશાન એપાર્ટમેન્ટ-A, વલસાડ.
પરિવારજનો માટે ગુજરાત સરકારના સ્ટેટ હેલ્પલાઇન નંબર્સ
નેપાળમાં અચાનક આવેલા પૂરથી પ્રભાવિત થયેલા નાગરિકો અને તેમના ચિંતિત પરિવારજનો તાત્કાલિક સહાય અને માહિતી મેળવવા માટે નીચે દર્શાવેલા સત્તાવાર નંબરો પર 24x7 સંપર્ક કરી શકે છે.

ગુજરાત રાજ્યના નાગરિકો અને તેઓના પરિવારજનોએ રાજ્યના કંટ્રોલરૂમ નંબર

079232-51900
9978405304
હેલ્પલાઇન નં. 1070

જે તે જિલ્લાના District Emergency Operation Centreના હેલ્પલાઇન નં. 1077 પર સંપર્ક કરવો.

નેપાળમાં અસરગ્રસ્ત ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર

+977 985 131 6807
+977 970 910 7500