VIDEO: નેપાળમાં લાપતા અને મૃત્યુ પામેલા ભારતીયોના પરિવારોને મદદ કરો: મલ્લિકાર્જુન ખડગેની વડાપ્રધાનને અપીલ
સોર્સ : gstv
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નેપાળ ગયેલા ભારતીય પ્રવાસીઓ અંગે ભારે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે નેપાળમાં સર્જાયેલી પરિસ્થિતિ/દુર્ઘટનામાં દેશના અનેક નાગરિકો લાપતા થવાના સમાચાર અત્યંત દુઃખદ છે.
પરિવારોની મદદ માટે કેન્દ્ર સરકારને અપીલ
ખડગેએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે, જે ભારતીય નાગરિકો આ હોનારતમાં લાપતા થયા છે અથવા જેમના સ્વજનોએ જીવ ગુમાવ્યા છે, તેવા તમામ પરિવારોને કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક અને સંપૂર્ણ મદદ પહોંચાડવામાં આવે. નેપાળ સરકાર અને સ્થાનિક તંત્ર સાથે યોગ્ય સંકલન સાધીને લાપતા ભારતીયોની ઝડપી શોધખોળ હાથ ધરાય.
જણાવી દઈએ કે, કોંગ્રેસ અધ્યક્ષે આ કપરા સમયમાં અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી સહાનુભૂતિ દર્શાવી છે.

