મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Year Ender 2024: વર્ષ 2024ની ટોપ 10 ફિલ્મના લિસ્ટમાં આ ફિલ્મોએ બનાવ્યું સ્થાન, ફ્લોપ ફિલ્મોએ પણ મારી બાજી

IMDbએ હાલમાં જ 2024ની ટોપ 10 ફિલ્મોની યાદી જાહેર ક

Year Ender 2024: વર્ષ 2024ની ટોપ 10 ફિલ્મના લિસ્ટમાં આ ફિલ્મોએ બનાવ્યું સ્થાન, ફ્લોપ ફિલ્મોએ પણ મારી બાજી

IMDbએ હાલમાં જ 2024ની ટોપ 10 ફિલ્મોની યાદી જાહેર કરી છે. જેમાં પાંચ નાના બજેટની ફિલ્મોએ IMDbની ટોપ 10 ફિલ્મોની યાદીમાં બાજી મારી લીધી છે. આ યાદીમાં અજય દેવગનની બે ફિલ્મોનું નામ છે. કાર્તિક આર્યન, પ્રભાસ, રાજકુમાર રાવ અને વિજય સેતુપતિની એક-એક ફિલ્મ છે. તો આવો જોઈએ સંપૂર્ણ યાદી.

લાપતા લેડિઝ

તમને જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. તે છતાં 97માં એકેડેમી એવોર્ડ્સ(ઓસ્કાર) માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરાઈ હતી. 4 થી 5 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 24 કરોડનું કલેક્શન કર્યું હતું. આ યાદીમાં તેને 10માં સ્થાને રાખવામાં આવી છે.

સિંઘમ અગેન

આ ફિલ્મ અજય દેવગનની કલ્ટ ફિલ્મ મનાતી સિંઘમની સિક્વન્સ છે જે આ લિસ્ટમાં નવમા સ્થાને છે. અજય દેવગનની ફિલ્મ 'સિંઘમ અગેન'એ વિશ્વભરમાં 372.36 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ છે.

કિલ

એક્શન થ્રિલર ફિલ્મ 'કિલ'  લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં લક્ષ્ય, રાઘવ જુયાલ, આશિષ વિદ્યાર્થી અને હર્ષ છાયાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. 47 કરોડના બોક્સ ઓફિસ કલેક્શન સાથે આ ફિલ્મ યાદીમાં આઠમા સ્થાને છે.

ભૂલ ભુલૈયા 3

કાર્તિક આર્યનની હોરર કોમેડી ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3' સાતમા નંબર પર છે. આ ફિલ્મે વિશ્વભરમાં 389.13 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

મંજુમ્મેલ બોય્ઝ

ચિદમ્બરમ દ્વારા નિર્દેશિત મલયાલમ ફિલ્મ 'મંજુમ્મેલ બોયઝ'એ આ યાદીમાં છઠ્ઠા નંબર પર પોતાનું સ્થાન બનાવ્યું છે.

ફાઇટર

રિતિક રોશન, અનિલ કપૂર અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'ફાઇટર' આ લિસ્ટમાં ટોપ 5માં સ્થાન મેળવ્યું છે. લગભગ 75 કરોડમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 237 કરોડની કમાણી કરી હતી.

શેતાન

ગુજરાતી ફિલ્મ વશની હિન્દી સિક્વલ શૈતાને આ યાદીમાં ચોથા નંબર પર સ્થાન મેળવ્યું છે. અજય દેવગન, આર. માધવન અને જ્યોતિકા અભિનીત 'શૈતાન' ડાર્ક હોરર ફિલ્મ છે. 60 કરોડની આસપાસના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 211 કરોડની કમાણી કરી હતી.

મહારાજા

વિજય સેતુપતિની ફિલ્મ 'મહારાજા' લોકોને ખૂબ પસંદ આવી છે. અને આ ફિલ્મ આ લિસ્ટમાં ત્રીજા નંબર પર રહી છે.

સ્ત્રી 2

વર્ષ 2024ની સૌથી વધુ કમાણી કરનાર હોરર કોમેડી ફિલ્મ 'સ્ત્રી 2' IMDbની ટોપ 10 યાદીમાં બીજા નંબરે સ્થાન મેળવ્યું છે.

કલ્કિ 2898 એડી

'કલ્કી 2898 એડી' આ યાદીમાં પ્રથમ સ્થાને છે. આ ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ, કમલ હાસન અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે. નાગ અશ્વિને આ સાયન્સ ફિક્શન ફિલ્મનું નિર્દેશન કર્યું છે.

આ સમાચાર શેર કરો