'ખાન યુનિસનો કસાઈ' યાહ્યા સિનવાર કોણ હતો, જેના મોત પર ઈઝરાયેલ કરી રહ્યું છે ઉજવણી
હમાસના નવો વડા યાહ્યા સિનવાર પણ માર્યો ગયો છે. ઈઝરાયેલે તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. યાહ્યા સિનવાર ગયા વ

હમાસના નવો વડા યાહ્યા સિનવાર પણ માર્યો ગયો છે. ઈઝરાયેલે તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. યાહ્યા સિનવાર ગયા વર્ષે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો. આ હુમલામાં 1200 ઈઝરાયલી માર્યા ગયા હતા. આ પછી જ ઇઝરાયલે હમાસ સામે યુદ્ધની જાહેરાત કરી દીધી હતી. ઈઝરાયેલના વિદેશ મંત્રી ઈઝરાયેલ કાત્ઝે જણાવ્યું હતું કે 7 ઓક્ટોબરના નરસંહાર અને અત્યાચાર માટે જવાબદાર યાહ્યા સિનવારને IDF દ્વારા મારવામાં આવ્યો હતો. ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે અમે 7 ઓક્ટોબરનો સ્કોર નક્કી કરી લીધો છે પરંતુ યુદ્ધ હજુ બાકી છે.
ઈસ્માઈલ હાનિયાના મોત બાદ યાહ્યા સિનવાર હમાસનો વડા બન્યો
આ વર્ષે ઓગસ્ટમાં ઈસ્માઈલ હાનિયાના મોત બાદ યાહ્યા સિનવાર હમાસના વડા બન્યા હતા. ઈસ્માઈલ હાનિયાની આ વર્ષે 31 જુલાઈએ ઈઝરાયેલ દ્વારા હત્યા કરવામાં આવી હતી.
હમાસની લશ્કરી ક્ષમતામાં નાટકીય વધારો થયો તેની પાછળનું મુખ્ય કારણ સિન્વાર હતો. તેથી જ ઇસ્માઇલ હનિયેહને ઇઝરાયેલે જુલાઈમાં ઠાર કર્યો પછી સિન્વારને હમાસના ટોચના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલે જુલાઈમાં ઇરાનની રાજધાની તહેરાનમાં કરેલા હુમલામાં ઇસ્માઇલ હનિયેહને ઠાર કર્યો હતો. જો કે ઇઝરાયેલે તો હમાસની લશ્કરી પાંખના વડા મોહમ્મદ ડૈફને ખતમ કરી નાખ્યાનો દાવો કર્યો છે, પરંતુ હમાસનું કહેવું છે તે જીવિત છે.
પ્રેસિડેન્ટ જો બાઇડેનને ઇઝરાયેલની સિનવાર અંગેની તપાસની જાણકારી આપવામાં આવી છે. અમેરિકન અધિકારીઓ ગુરુવાર સવારથી ઇઝરાયેલના અધિકારીઓના ગાઢ સંપર્કમાં છે.
યાહ્યા સિનવારને 'ખાન યુનિસનો કસાઈ' પણ કહેવામાં આવે છે. 7 ઓક્ટોબરના હુમલા બાદ ઈઝરાયેલના મીડિયાએ તેની સરખામણી કુખ્યાત આતંકવાદી ઓસામા બિન લાદેન સાથે કરી હતી. ઇઝરાયેલ સંરક્ષણ દળોના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ રિચર્ડ હેચટે તેમની સરખામણી 'દુષ્ટતાના ચહેરા' સાથે કરી હતી. તેને 'વોકિંગ ડેડ મેન' તરીકે પણ વર્ણવવામાં આવ્યો હતો. સિનવારનો જન્મ 1962 માં દક્ષિણ ગાઝાના ખાન યુનિસમાં પેલેસ્ટિનિયન શરણાર્થી શિબિરમાં થયો હતો. આ જ કારણ છે કે તેને 'ખાન યુનિસનો કસાઈ' પણ કહેવામાં આવે છે. તે ખુલ્લેઆમ હત્યાકાંડ કરતાં અચકાતા નથી.
અમેરિકાએ તેને 2015માં 'ગ્લોબલ ટેરરિસ્ટ' જાહેર કર્યો
1988માં ઈઝરાયેલની એજન્સીઓએ યાહ્યા સિન્વારની ધરપકડ કરી હતી. તે સમયે યાહ્યા 19 વર્ષના હતા. તેની સામે કેસ ચાલ્યો અને તેને ચાર આજીવન કેદની સજા ફટકારવામાં આવી. પરંતુ 2011માં ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની ડીલ હેઠળ તેને મુક્ત કરવામાં આવ્યો હતો. 2015માં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેને 'ગ્લોબલ ટેરરિસ્ટ' જાહેર કર્યો હતો. થોડા સમય પહેલા, ફ્રાન્સે તેની સંપત્તિઓ સ્થગિત કરી હતી અને તેને તેની રાષ્ટ્રીય પ્રતિબંધોની સૂચિમાં સામેલ કરી હતી. આટલા બધા પ્રતિબંધો અને વિરોધ છતાં તેમનો પ્રભાવ ઓછો થયો ન હતો.
ઈઝરાયેલમાં 7 ઓક્ટોબરે નરસંહાર કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું
યાહ્યા સિનવાર 80ના દાયકાના અંતમાં હમાસના સભ્ય બન્યા હતા. પરંતુ ખૂબ જ ઝડપથી તેણે પોતાની ઓળખ બનાવી લીધી. થોડા વર્ષો પછી, તે હમાસની આંતરિક ગુપ્તચર પ્રણાલીના સ્થાપકોમાંનો એક બન્યો. તે મજદ તરીકે ઓળખાય છે. તેણે બે ઈઝરાયેલી સૈનિકો અને ચાર પેલેસ્ટાઈનની હત્યાના આરોપમાં ઈઝરાયેલની જેલમાં બે દાયકા કરતાં વધુ સમય વિતાવ્યો છે. જેલમાંથી બહાર આવ્યા બાદ તે વધુ ખતરનાક બની ગયો હતો. તેણે ઈઝરાયેલને નષ્ટ કરવાની પ્રતિજ્ઞા લીધી અને ઓક્ટોબર 7ના હત્યાકાંડનું સમગ્ર કાવતરું ઘડ્યું.








