US President જો બાઈડેન રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર, નહીં લડે ચૂંટણી
અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાઈડેન પોતાની ઉમેદવારી છોડી શકે છે. રાજકીય વર્તુળોમાં થતી

અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાઈડેન પોતાની ઉમેદવારી છોડી શકે છે. રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા મુજબ, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર થઈ શકે છે. પત્રકાર માર્ક હેલ્પેરિને કહ્યું કે, રાષ્ટ્રપતિ જો બાઈડેન ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે પદ છોડવા માટે સંમત થયા છે. તેઓ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને તેમના અનુગામી તરીકે સમર્થન નહીં આપે. તે એક ઉમેદવાર માટે ખુલ્લી પ્રક્રિયાને સમર્થન આપશે, જે કેટલાક અન્ય ઉમેદવારો માટે માર્ગ ખોલી શકે છે. જો કે એવા પણ અહેવાલો છે કે કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવી શકે છે.
થોડા દિવસ પહેલા યોજાયેલી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પ જો બાઈડેન પર ભારે પડતા નજરે આવ્યા હતા. એ પછી જો બાઈડેનના સ્વાસ્થ્ય અને ખરાબ પ્રદર્શનને લઈને સવાલો ઉઠવા લાગ્યા હતા. હવે જો બાઈડેન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની રેસમાંથી ખસી જવાની જાહેરાત કરી શકે છે. તેમના નજીકના લોકો માને છે કે બાઈડેને આ વિચાર સ્વીકારવાનું શરૂ કરી દીધું છે. હવે તેમને એવું પણ લાગવા લાગ્યું છે કે તેઓ નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી જીતવા માટે સક્ષમ નથી.
ખાનગી ન્યૂઝના અહેવાલમાં કહ્યું કે ડેમોક્રેટિક પાર્ટીના વરિષ્ઠ નેતાઓને લાગે છે કે બાઈડેન હવે પાછળ હટી જશે. બે દિવસ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ કહ્યું હતું કે, આ વખતે બાઈડેનની જીતની શક્યતા ઘણી ઓછી છે. વોશિંગ્ટન પોસ્ટે તેના અહેવાલમાં એમ પણ કહ્યું કે, ગુરુવારે રાત સુધી એવી અટકળો ચાલી રહી હતી કે બાઈડેન કદાચ ક્યારેય પણ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી શકે છે. તો ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પક્ષના ઉમેદવાર બનવાની સંભાવના વચ્ચે ઉપરાષ્ટ્રપતિ પદના નવા ઉમેદવાર માટે વિકલ્પો શોધવાનું શરૂ કર્યું છે.
તાજેતરમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો થયો હતો. અમેરિકાના રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે તેના કારણે અમેરિકન લોકોના મત સહાનુભૂતિના રૂપમાં ટ્રમ્પના ખોળામાં આવી શકે છે. તેથી જ બાઈડેનની જીતવાની શક્યતાઓ નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે.






