મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

મોદીની રશિયા મુલાકાતની પશ્ચિમી દેશો કરી રહ્યા છે ઈર્ષ્યા, ક્રેમલિનનું મોટું નિવેદન

વડાપ્રધાન મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે

મોદીની રશિયા મુલાકાતની પશ્ચિમી દેશો કરી રહ્યા છે ઈર્ષ્યા, ક્રેમલિનનું મોટું નિવેદન

વડાપ્રધાન મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. આ દરમિયાન પીએમ મોદી 8 અને 9 જુલાઈના રોજ મોસ્કોમાં રહેશે. વિદેશ મંત્રાલયે ગુરુવારે નવી દિલ્હીમાં આ ઉચ્ચ સ્તરીય મુલાકાત વિશે માહિતી આપી હતી. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે આ મુલાકાત દ્વારા બંને નેતાઓ બંને દેશો વચ્ચેના બહુ-આયામી સંબંધોની સંપૂર્ણ સમીક્ષા કરશે. તેઓ પરસ્પર હિતના સમકાલીન પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે.

પીએમ મોદીની મુલાકાત રશિયા-ભારત સંબંધો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ

ક્રેમલિનના પ્રવક્તા પેસ્કોવે એક ઈન્ટરવ્યુંમાં  જણાવ્યું હતું કે બંને નેતાઓ અન્ય કાર્યક્રમોની સાથે મોસ્કોમાં અનૌપચારિક વાતચીત કરશે. તેમણે કહ્યું કે સ્વાભાવિક છે કે બહુ વ્યસ્ત ન કહેવાય તો પણ એજન્ડા વ્યાપક હશે. આ એક સત્તાવાર મુલાકાત હશે અને અમને આશા છે કે બંને નેતાઓ અનૌપચારિક રીતે પણ વાત કરી શકશે.

પશ્ચિમના દેશો આ પ્રવાસને ઈર્ષ્યાથી જોઈ રહ્યા છે


પેસ્કોવે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે પશ્ચિમી દેશો વડાપ્રધાન મોદીની આગામી રશિયાની મુલાકાતને નજીકથી અને ઈર્ષ્યાપૂર્વક જોઈ રહ્યા છે. પીએમ મોદીની રશિયાની મુલાકાતને લઈને પશ્ચિમી રાજકારણીઓના વલણ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં પેસ્કોવે કહ્યું, 'તેઓ ઈર્ષ્યા કરે છે, જેનો અર્થ છે કે તેઓ તેના પર ચાંપતી નજર રાખી રહ્યા છે. તેમની નજીકથી દેખરેખનો અર્થ એ છે કે તેઓ તેને ખૂબ મહત્ત્વ આપે છે.

આ સમાચાર શેર કરો