શું ખરેખર Jeffrey Epstein બાળકોને ખાતો હતો? નવી ફાઇલોમાં શું ખુલાસો થયો? જાણો શું છે સત્ય

અમેરિકાના બદનામ ફાઇનાન્સર જેફ્રી એપસ્ટીન સાથે જોડાયેલા અનેક દાવાઓમાં નરભક્ષણને લગતા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આ ફાઇલો મુજબ, એપસ્ટીનની બોટ પર બાળકો સાથે દુષ્કર્મ કરવામાં આવતું હતું અને તેમને મારીને ખાઈ જવામાં આવતા હતા. હવે આ દાવાઓની તપાસ કરવામાં આવી છે.
અમેરિકા સહિત વિશ્વભરના રાજકારણમાં એપસ્ટીન ફાઇલ્સે ખળભળાટ મચાવ્યો છે. જાતીય અપરાધી જેફ્રી એપસ્ટીન સાથે જોડાયેલી ફાઇલોમાં અત્યાર સુધી ઘણી મોટી હસ્તીઓના નામ સામે આવ્યા છે, જેમાં અબજોપતિઓથી લઈને વૈજ્ઞાનિકો સુધીના લોકો સામેલ છે. 30 લાખથી વધુ દસ્તાવેજો સામે આવ્યા બાદ અનેક સનસનીખેજ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. જેમાં સૌથી ભયાનક દાવા નરભક્ષણ, બાળકોને ખાવા અને બલિ ચઢાવવા જેવા છે.

અમેરિકી ન્યાય વિભાગે એપસ્ટીન સાથે જોડાયેલા ઘણા દસ્તાવેજો જાહેર કર્યા છે. તાજેતરમાં 30 જાન્યુઆરીએ પણ કેટલીક નવી ફાઇલો સામે આવી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર એવા દાવાઓનો પૂર આવ્યો કે એપસ્ટીન અને તેની પાર્ટીમાં આવતા લોકો નરભક્ષણ કરતા હતા. આ આરોપોનો સ્ત્રોત ફાઇલ્સમાં વપરાયેલા 'ક્રિમ ચીઝ' શબ્દ પરથી લેવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક મેઇલમાં એપસ્ટીન લખે છે કે, "લાખો બાળકો છે, પણ સારી 'ક્રિમ ચીઝ' બહુ ઓછી છે." દસ્તાવેજોમાં અનેક જગ્યાએ 'ક્રિમ ચીઝ' શબ્દનો ઉપયોગ થયો છે, જોકે સ્પષ્ટ રીતે નરભક્ષણ જેવો કોઈ દાવો નથી કરાયો. મોટાભાગના મેઇલ્સમાં આ શબ્દનો ઉપયોગ સામાન્ય ભોજન કે કાર્યક્રમ માટે કરવામાં આવ્યો છે. ફાઇલ્સમાં એવા કોઈ સંકેત નથી કે આ શબ્દ હિંસા કે નરભક્ષણ માટે વપરાયો હોય.
દાવો કેવી રીતે શરૂ થયો?
જ્યારથી એપસ્ટીન ફાઇલ્સ ખુલવા માંડી છે, લોકોમાં ઉત્સુકતા વધી છે. નરભક્ષણનો આ દાવો નવો નથી. 2009માં એક 21 વર્ષની મોડલનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે મેક્સિકોના એક શહેરમાં બૂમો પાડીને કહેતી હતી કે અમીર લોકો બાળકોને ખાય છે અને બલિ ચઢાવે છે. હવે જ્યારે એપસ્ટીનને લઈને આવા દાવા થયા, ત્યારે આ જૂનો વીડિયો ફરી વાયરલ થયો છે.
સ્નોપ્સ (Snopes) નામની ફેક્ટ ચેક એજન્સી મુજબ, આ ફાઇલોમાં 'કેનિબલ' (નરભક્ષી) અને 'ધાર્મિક બલિ' જેવા શબ્દોનો ઉલ્લેખ વારંવાર આવે છે, પરંતુ તેની પુષ્ટિ થઈ શકી નથી. રિપોર્ટ મુજબ, અત્યાર સુધી જાહેર થયેલી ફાઇલોમાં 'કેનિબલ' શબ્દનો 52 વાર અને 'કેનિબાલિઝમ' શબ્દનો 6 વાર ઉપયોગ થયો છે. આનાથી દાવાઓને વેગ મળે છે, પણ તેની સત્યતા સાબિત થતી નથી. એજન્સીના જણાવ્યા અનુસાર, આ વાતો એફબીઆઈ અધિકારીઓ અને એક અજ્ઞાત વ્યક્તિની વાતચીત પર આધારિત છે.
"બાળકોને કાપવામાં આવ્યા અને અંગો કાઢી લેવાયા"
રિપોર્ટ મુજબ, તપાસ દરમિયાન એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેણે એપસ્ટીનની બોટ પર ભયાનક હિંસા જોઈ હતી. એફબીઆઈને મોકલેલા મેઇલમાં તેણે આરોપ લગાવ્યો કે તે પોતે એક પ્રકારની 'ધાર્મિક બલિ'નો ભોગ બન્યો હતો, જેમાં તેના પગ પર તલવારથી ઘા કરવામાં આવ્યા હતા, જોકે કોઈ નિશાન બાકી નથી. તેણે એવો પણ દાવો કર્યો કે તેણે બોટ પર બાળકોના શરીરના ટુકડા કરતા અને માનવ અંગો ખાતા લોકોને જોયા હતા.
તે વ્યક્તિએ એવો પણ આરોપ લગાવ્યો કે આ દરમિયાન એપસ્ટીન અને અન્ય પ્રભાવશાળી લોકોએ તેનું યૌન શોષણ કર્યું હતું. જોકે, ન્યાય વિભાગના રેકોર્ડ મુજબ, તે વ્યક્તિએ આ દાવાઓના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કર્યા નથી.
એપસ્ટીનનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને તેની સાથે જોડાયેલા અન્ય લોકો કાં તો સંબંધોનો ઈન્કાર કરી રહ્યા છે અથવા બચી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અનેક દાવાઓ ચાલી રહ્યા છે, પરંતુ ન્યાય વિભાગના સત્તાવાર દસ્તાવેજોમાં નરભક્ષણની કોઈ પણ વાત અત્યાર સુધી સીધી રીતે સાબિત થઈ નથી. બધી જ વાતો માત્ર પાયાવિહોણા દાવાઓ પર આધારિત છે.

