VIDEO: US આર્મીએ 30થી વધુ ઈરાની જહાજોને ડૂબાડ્યા, ઈરાની DRONE Shipનો તબાહનો વીડિયો કર્યો જાહેર
ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધના 6 દિવસ વિતી ગયા છે. ઈરાન હજુ પણ ખાડીના વિવિધ દેશો પર અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર સતત હુમલો કરી રહ્યું છે, ત્યારે આ વચ્ચે યુએસ સેન્ટકોમ કમાન્ડરે દાવો કર્યો છે કે અમેરિકાએ અત્યાર સુધીમાં 30 થી વધુ ઈરાની જહાજોને ડૂબાડી દીધા છે, જેમાં એક ઈરાની ડ્રોન જહાજનો પણ સમાવેશ થાય છે.
અમેરિકાએ ૩૦ થી વધુ ઈરાની જહાજો ડૂબાડી દીધા
યુએસ સેન્ટકોમ કમાન્ડરે દાવો કર્યો છે કે અમેરિકાએ અત્યાર સુધીમાં ૩૦ થી વધુ ઈરાની જહાજો ડૂબાડી દીધા છે, જેમાં એક ઈરાની ડ્રોન જહાજનો પણ સમાવેશ થાય છે.
ટ્રમ્પે કહ્યું કે ઈરાનની મિસાઈલો અને લોન્ચર્સ નાશ પામવાની આરે
ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવા માટે શરૂ કરાયેલા ઓપરેશન એપિક ફ્યુરી વિશે વાત કરી. તેમણે કહ્યું, "તેમની (ઈરાન) પાસે કોઈ વાયુસેના નથી, તેમની પાસે કોઈ હવાઈ સંરક્ષણ નથી લગભગ 60% થી 64% સંરક્ષણ સાધનોનો નષ્ટ કરી દીધા છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાએ ત્રણ દિવસમાં 24 ઈરાની જહાજોનો નાશ કર્યો છે.ઈરાનના ફાઈટર જેટ, મિસાઈલો, લોન્ચરોને મોટા પાયે નષ્ટ કરવામાં આવ્યા છે. તેમની પાસે સંરક્ષણ સાધનોનો જથ્થો ઓછો થઈ રહ્યો છે.

