Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : video: India-Indonesia will build its own Hormuz, China's tension increased

video: ભારત-ઈન્ડોનેશિયા બનાવશે પોતાનું હોર્મુઝ, ચીનનું વધાર્યું ટેન્શન

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દુનિયાનો 20 ટકા ઈંધણ પુરવઠો આ જ હોર્મુઝમાંથી પસાર થાય છે. હવે ભારત અને ઇન્ડોનેશિયા મળીને હિંદ મહાસાગરમાં પોતાનું 'હોર્મુઝ' બનાવશે. આ 'હોર્મુઝ' સ્ટ્રેટ ઓફ મલક્કાના એન્ટ્રી પોઈન્ટ પર સ્થિત છે. અહીંથી ભારતના આંદામાન નિકોબાર ટાપુ સમૂહમાં આવેલું ઇન્દિરા પોઈન્ટ માત્ર 100 માઈલ એટલે કે 160 કિલોમીટરના અંતરે છે. આ પગલા સાથે ભારત અને ઇન્ડોનેશિયા હિંદ મહાસાગરમાં ચીનનો આખો ગેમ પ્લાન બદલી નાખશે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં પોતાની દરિયાઈ વ્યૂહરચનાને નવો ઓપ આપતા, ભારત અને ઇન્ડોનેશિયાએ સબાંગ પોર્ટના સંયુક્ત વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને દેશો ઇન્ડોનેશિયાના સબાંગ બંદરને વિકસાવવા પર સંમત થયા છે. તેને આધુનિક સ્વરૂપ આપવામાં આવશે, અને આ ટાપુ પર ભારતનો પ્રભાવ વધશે. ઇન્ડોનેશિયાના પ્રવાસે ગયેલા પીએમ નરેન્દ્ર મોદીએ ત્યાંના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

App Store