VIDEO: ઈઝરાયલના ગુપ્ત ન્યુક્લિયર સેન્ટર પર ઈરાનની હુમલાનો ભયાનક VIDEO આવ્યો સામે
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ દિવસે ને દિવસે વધુ ગંભીર થઈ રહ્યું છે. ઈરાને ઈઝરાયલથી બદલો લેવા માટે ડિમોના શહેરમાં શનિવારે સાંજે મિસાઈલથી હુમલા કર્યા હતા. લિટલ ઈન્ડિયા' તરીકે ઓળખાતા આ શહેરમાં ૧૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થવાની આશંકા છે.પરમાણુ એજન્સી IAEA મુજબ, ન્યુક્લિયર સેન્ટર સુરક્ષિત છે અને કોઈ રેડિયેશન નોંધાયું નથી.
ઇઝરાયલનું ડિમોના અત્યંત ગુપ્ત પરમાણુ કેન્દ્ર
ડિમોના કોઈ સામાન્ય શહેર નથી, તે ઇઝરાયલના અત્યંત ગુપ્ત પરમાણુ કાર્યક્રમના કેન્દ્ર તરીકે સેવા આપે છે. એવો દાવો કરવામાં આવે છે કે તેના ભૂગર્ભ તિજોરીઓમાં ડઝનબંધ પરમાણુ બોમ્બ સંગ્રહિત છે. મિસાઇલ હુમલા પછી, ડિમોનામાં ઇમારતો ધરાશાયી થતી દર્શાવતા ભયાનક ફૂટેજ બહાર આવ્યા છે, જ્યારે સમગ્ર દક્ષિણ ઇઝરાયલમાં હવાઈ હુમલાના સાયરન સતત વાગી રહ્યા છે.
ઈઝરાયલમાં ન્યુક્લિયર સાઈટ પર હુમલો
યુનાઈટેડ નેશન્સની પરમાણુ દેખરેખ સંસ્થા, ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) એ ડિમોનામાં બનેલી ઘટનાના અહેવાલોની નોંધ લીધી છે, પરંતુ ત્યાંના નેગેવ ન્યૂક્લિયર રિસર્ચ સેન્ટરને નુકસાન થયું હોવાના કોઈ સંકેત મળ્યા નથી. એજન્સીએ જણાવ્યું કે હુમલા બાદ કોઈ અસાધારણ રેડિયેશન લેવલ નોંધાયું નથી અને તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.

