મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: લંડનમાં ડ્રાયફ્રૂટ્સના ભાવે મળે છે શાકભાજી, કારેલા 1,000 રૂપિયે કિલો, એક ઈન્ડિયને પોસ્ટ કરેલો વીડિયો વાયરલ

બ્રિટનમાં લંડનમાં ઘણા બધા ભારતીયો રહે છે. તેના લીધે લંડનના બજારોમાં ભારતીય ફ

VIDEO: લંડનમાં ડ્રાયફ્રૂટ્સના ભાવે મળે છે શાકભાજી, કારેલા 1,000 રૂપિયે કિલો, એક ઈન્ડિયને પોસ્ટ કરેલો વીડિયો વાયરલ


બ્રિટનમાં લંડનમાં ઘણા બધા ભારતીયો રહે છે. તેના લીધે લંડનના બજારોમાં ભારતીય ફૂડ્સ સરળતાથી મળી જાય છે. પણ લંડનમાં મળતા ભારતીય ફૂડ્સનો ભાવ ભારત કરતાં કેટલાય ગણો વધારે છે. તમે જો ભીંડા અહીં 50થી 60 રૂપિયા કિલો ખરીદતા હોવ તો લંડનમાં તેનો ભાવ પ્રતિ કિલો 650 રૂપિયા છે.

લંડનના સુપર માર્કેટમાં ભારતીય પ્રોડક્ટની કિંમત ખૂબ ઉંચી છે. અહીં ફક્ત ભીંડાની જ વાત નથી, બીજા બધા શાકભાજી અને ઈન્ડિયન ફૂડ્સની પણ વાત છે. લંડનમાં રહેલા ભારતીય ફૂડ્સના ભાવની ચર્ચા એટલા માટે થાય છે કેમ કે, લંડનમાં રહેતી એક ભારતીય યુવતી છવિ અગ્રવાલે આ રેટ્સનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જે હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

કારેલા 1000 રૂપિયાના કિલો

છવિ સુપર માર્કેટમાં એક પછી એક એમ દરેક ભારતીય ફૂડ્સના રેટ જણાવે છે. આમાં તે બતાવે છે કે, ત્યાં ભારતીય પ્રોડક્ટ કેટલી મોંધી છે. ભારતમાં 20 રૂપિયાવાળી વેફરનું પેકેટ લંડનમાં 95 રૂપિયામાં વેચાય છે. મેગીનું પેકેટ લંડનના સ્ટોરમાં 300 રૂપિયામાં મળે છે. જ્યારે પનીરનું પેકેટ 700 રૂપિયા અને સૌથી વધુ મોંઘા તો કારેલા છે જે, 1,000 રૂપિયા કિલો વેચાય છે. 

અડધો ડઝન કેરીની કિંમત 2,400 રૂપિયા

જ્યારે અડધો ડઝન અલ્ફાન્સો કેરીની કિંમત 2,400 રૂપિયા છે. આ સિવાય 10 રૂપિયાવાળા ગુડડે બિસ્કીટની કિંમત 100 રૂપિયા છે. લિટલ હાર્ટ નામના બિસ્કિટનું નાનું પેકેટ પણ 100 રૂપિયામાં વેચાય છે. 400 ગ્રામ ભૂજિયા અહીં 100થી 110 રૂપિયામાં મળે છે, પણ તે લંડનમાં 1,000 રૂપિયામાં મળે છે.

આ સમાચાર શેર કરો