Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : US military bases in UAE, Qatar and Jordan were hit by missile strikes! from IRAN

VIDEO: UAE, કતાર અને જોર્ડનમાં આવેલા US સૈન્ય મથકો મિસાઈલમારાથી ધણધણી ઊઠ્યા! IRAN નો જોરદાર વળતો પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 12 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકા દ્વારા ઈરાન પર કરાયેલા હવાઈ હુમલા બાદ પશ્ચિમ એશિયા (Middle East) માં યુદ્ધ ભીષણ બની ગયું છે. અમેરિકાની કાર્યવાહીથી ભડકેલા ઈરાને રવિવારે સવારે ખાડી દેશોમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓ (US Military Bases) પર એકસાથે અનેક બેલિસ્ટિક મિસાઈલો, ક્રૂઝ મિસાઈલો અને આત્મઘાતી ડ્રોન વડે ભયાનક હુમલા કર્યા છે. ઈરાનના આ તાબડતોડ પલટવારથી (Retaliation) આખું મિડલ ઈસ્ટ દહલી ઉઠ્યું છે.

App Store

કતારની રાજધાની દોહામાં પ્રચંડ ધડાકા, ઇમરજન્સી એલર્ટ (Emergency Alert) જારી

અહેવાલો અનુસાર, કતારની રાજધાની દોહા (Doha) માં રવિવારે સવારે જોરદાર વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. આ હુમલા બાદ સ્થિતિ વણસતાં કતારના ગૃહ મંત્રાલયે (Ministry of Interior) તાબડતોડ સુરક્ષા ખતરાનું સ્તર વધારી દીધું છે. કતાર સરકારે દેશના તમામ નાગરિકો અને પ્રવાસીઓના મોબાઈલ ફોન પર ઈમરજન્સી સિક્યોરિટી એલર્ટ (Emergency Security Alert) મોકલીને ઘરની અંદર જ રહેવાની કડક અપીલ કરી છે. કોઈ પણ હવાઈ ખતરાથી (Air Threat) બચવા માટે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા આદેશ અપાયો છે.

UAE એ એર ડિફેન્સ સિસ્ટમ (Air Defense System) વડે ઈરાની મિસાઈલો હવામાં ઉડાવી

બીજી તરફ, સંયુક્ત અરબ અમીરાત (UAE) ના સંરક્ષણ મંત્રાલયે (Ministry of Defence) પુષ્ટિ કરી છે કે તેમના દેશમાં સંભળાયેલા ધડાકાના અવાજો ઈરાની હુમલાને રોકવા માટેના હતા. UAE ની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમે ઈરાન તરફથી દાગવામાં આવેલી બેલિસ્ટિક મિસાઈલો (Ballistic Missiles), ક્રૂઝ મિસાઈલો (Cruise Missiles) અને આક્રમક ડ્રોનને હવામાં જ સફળતાપૂર્વક ઈન્ટરસેપ્ટ (Intercept) કરીને નષ્ટ કરી દીધા છે.

કુવૈત, બહેરીન અને જોર્ડન પણ હચમચી ઉઠ્યા

ઈરાનની ન્યૂઝ એજન્સી ફાર્સ ન્યૂઝ (Fars News) ના અહેવાલ મુજબ, ઈરાની સેનાએ ખાડી વિસ્તારમાં સક્રિય તમામ અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે. UAE અને કતાર ઉપરાંત કુવૈત (Kuwait), બહેરીન (Bahrain) અને જોર્ડન (Jordan) માં પણ પીએમઓ અને સૈન્ય વિસ્તારો નજીક મોટા ધડાકા સંભળાયા છે. હાલમાં સમગ્ર ખાડી ક્ષેત્ર હાઈ એલર્ટ (High Alert) પર છે અને તમામ દેશો પોતાની એરસ્પેસ (Airspace) સુરક્ષિત કરવા કવાયત કરી રહ્યા છે. જૂન મહિનાનો શાંતિ કરાર (Peace Deal) તૂટ્યા બાદ હવે અમેરિકા અને ઈરાન વચ્ચે આરપારની જંગ શરૂ થઈ ગઈ છે.