VIDEO: સુરતમાં આફત બાદ હાલાકી: વરસાદી પાણી ઓસરતાં ગેરેજોમાં કારની કતારો
સોર્સ : gstv
સુરતમાં વરસાદી પાણી ઓસરતાં જ ગેરેજોમાં વાહનોનું એક મહિનાનું વેટિંગ શરૂ થઈ ગયું છે. અડાજણ સહિતના વિસ્તારોમાં અનેક કાર સંપૂર્ણ પાણીમાં ડૂબી ગઈ હતી. મિકેનિક જતીનભાઈ પંડિતના જણાવ્યા મુજબ, મોટાભાગની કારના એન્જિન, એર ફિલ્ટર અને ગેરબોક્સમાં પાણી ભરાઈ ગયું છે. આ ઉપરાંત, મોંઘી કારના ડિજિટલ મીટર, સીટ, બેટરી, વાયરીંગ અને સેન્સર્સ જેવા ઇલેક્ટ્રોનિક પાર્ટ્સને ભારે નુકસાન થયું છે. નવી હાઇબ્રીડ અને ઇલેક્ટ્રિક કારમાં પણ ગંભીર ટેકનિકલ ખામીઓ સર્જાઈ છે. લક્ઝુરિયસ કારના પાર્ટ્સ સ્થાનિક સ્તરે ન મળતા હોવાથી સીધા કંપનીમાંથી મંગાવવા પડી રહ્યા છે.

