US- ઇઝરાયેલની એરસ્ટ્રાઈકમાં ઈરાની સ્કૂલ તબાહ! 51 વિદ્યાર્થિનીઓના મોત

ઇઝરાયલ-અમેરિકા તરફથી ઈરાન પર મોટો હુમલો કરાયો છે. સૂત્રોના દાવા અનુસારદક્ષિણ ઈરાનના હોર્મોઝગન પ્રાંતના મીનાબ શહેરમાં એક કન્યા શાળા પર યુએસ-ઇઝરાયલી હવાઈ હુમલામાં 51 વિદ્યાર્થિનીઓના મોત થયા છે.મૃત્યુઆંક વધવાની સંભાવનાઓ પણ છે.
સામે આવ્યા ખામેનેઈ
ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ શરૂ થઈ ગયો છે, ત્યારે એવી ચર્ચા છે કે, સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. આ વચ્ચે ઈરાને નેશનલ સુપ્રીમ સિક્યોરિટી કાઉન્સિલ તરફથી એક તસવીર જાહેર કરી છે, જેમાં ખામેનેઈ બેઠેલા જોવા મળી રહ્યા છે.
દુશ્મનોને છોડીશું નહીં: ઈરાન
ઈરાનના વિદેશ મંત્રાલયે ઇઝરાયલી હુમલાને ક્ષેત્રીય અખંડતા અને રાષ્ટ્રીય સંપ્રભુતાનું ઉલ્લંઘન ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમેરિકા અને ઇઝરાયલે એવા સમયે હુમલો કર્યો, જ્યારે ડિપ્લોમેટિક વાતચીત ચાલી રહી હતી. ઈાનની સેના હુમલાખોરોને આકરો જવાબ આપશે. આ હુમલો યુનાઇટેડ નેશનસ્ ચાર્ટરના આર્ટિકલ 2(4)નું ઉલ્લંઘન છે. ઈરાન UN ટૂંક સમયમાં જ પોતાની જવાબદારીઓ પૂર્ણ કરવાની અપીલ કરે છે. ઈરાનીઓએ ક્યારેય વિદેશી હુમલાઓ અને દબદબાની આગળ હાર નથી માની, આ વખતે પણ ઈરાની દેશનો જવાબ નિર્ણાયક અને પાક્કો હશે અને હુમલાખોરોને તેના ગુના માટે પછતાવો કરાવશે.
ભારતીયો માટે એડવાઈઝરી જાહેર
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ગલ્ફના દેશોમાં ફસાયેલા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી છે. આ સાથે ઈમરજન્સી નંબર પણ જાહેર કરાયા છે.

