Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Uproar over Trump's statement; Called alliance of 3 Muslim countries a 'bold step', said - 'Middle East will unite'

VIDEO: ટ્રમ્પના નિવેદનથી ખળભળાટ; 3 મુસ્લિમ દેશોના ગઠબંધનને ગણાવ્યું 'સાહસિક પગલું', કહ્યું- 'મિડલ ઈસ્ટ એકજૂટ થશે'

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તૂર્કિયે, સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલા ઐતિહાસિક 'મક્કા સંરક્ષણ સમજૂતી' (Mecca Defense Pact)નું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉષ્માભેર સ્વાગત કર્યું છે. તેમણે આ કરારને અત્યંત સુંદર અને સાહસિક પગલું ગણાવતા કહ્યું કે આનાથી મધ્ય પૂર્વમાં એકતા આવશે અને વ્યાપક સુરક્ષા માટે પરસ્પર સહયોગ વધશે. ઉલ્લેખનીય છે કે 7 ઓગસ્ટે સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, તૂર્કિયેના પ્રમુખ તૈયપ એર્દોગન અને પાકિસ્તાની પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે આ મહત્ત્વકાંક્ષી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તૂર્કિયે પણ નાટો (NATO)નું સભ્ય હોવાથી આ ડીલ વૈશ્વિક સ્તરે ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે.

App Store

સમજૂતી પર ભારતનું વલણ

આ ત્રિપક્ષીય સંરક્ષણ કરાર પર ભારતીય વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આ સમજૂતીની સ્થાનિક અને ક્ષેત્રીય શાંતિ તેમજ ભારત પર શું અસર પડશે તેની તપાસ કરવામાં આવી રહી છે. ભારત પોતાના દેશના લોકોના હિતો અને સુરક્ષા માટે પૂરેપૂરું કટિબદ્ધ છે.

કોઈપણ એક દેશ પર હુમલો એ ત્રણેય દેશ પર હુમલો ગણાશે

સમજૂતી બાદ બહાર પાડવામાં આવેલા સંયુક્ત નિવેદન અનુસાર, આ કરારનો મુખ્ય હેતુ કોઈપણ આક્રમક કાર્યવાહી સામે સામૂહિક પ્રતિકાર ક્ષમતાને મજબૂત કરવાનો છે. આમાં એવી જોગવાઈ રાખવામાં આવી છે કે ત્રણેય દેશોમાંથી કોઈ પણ એક દેશ પર થયેલો સશસ્ત્ર હુમલો ત્રણેય દેશો પર થયેલો હુમલો માનવામાં આવશે. આ ડીલ દ્વારા ઓઇલ સમૃદ્ધ સાઉદી અરેબિયા, અણુશક્તિ સંપન્ન પાકિસ્તાન અને નાટોની બીજી સૌથી મોટી સેના ધરાવતું તૂર્કિયે એક મંચ પર આવ્યા છે.

નાટો જેવી જોગવાઈ, પણ ઈરાન વિરુદ્ધ નહીં હોવાની સ્પષ્ટતા

તૂર્કિયેના વિદેશ મંત્રી હાકાન ફિદાને સ્પષ્ટતા કરી છે કે આ કરાર ઈરાન કે અન્ય કોઈ દેશ વિરુદ્ધ નથી. આ સમજૂતી ટેકનિકલ રીતે નાટોની સંધિના આર્ટિકલ 5 (Article 5) જેવી જ છે. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી કોઈ દેશ તેમના વિરુદ્ધ શત્રુતાપૂર્ણ કાર્યવાહી ન કરે ત્યાં સુધી તેને વિરોધી માનવામાં નહીં આવે. જો કોઈ સભ્ય દેશ મદદ માટે ઔપચારિક વિનંતી કરશે, તો ખતરાના સ્વરૂપના આધારે બાકીના બે દેશો ગુપ્ત માહિતી શેર કરવાથી લઈને સૈન્ય ટુકડીઓની તહેનાતી સુધીની મદદ પૂરી પાડશે.