VIDEO: હોર્મુઝ સ્ટ્રેટ પર વિવાદ: ઈરાને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવ્યો
સોર્સ : gstv
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ હોવાના દાવાને ઈરાની અધિકારીઓએ સખત શબ્દોમાં ફગાવી દીધો છે. IRGCના બાસીજ ફોર્સના નેતા હુસેન તૈબે જણાવ્યું હતું કે આ મહત્વપૂર્ણ દરિયાઈ કોરિડોર સંપૂર્ણપણે ઈરાનના અધિકારક્ષેત્ર અને નિયંત્રણ હેઠળ છે..અગાઉ ટ્રમ્પે દાવો કર્યો હતો કે યુએસ નૌકાદળની નાકાબંધીથી હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ છે અને ઈરાન તેના વિશે કંઈ કરી શકતું નથી. આ નિવેદનોથી વૈશ્વિક ઉર્જા પરિવહન માર્ગ પર અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધુ વકર્યો છે, જ્યારે તેહરાને આ માર્ગ પર ટોલ મિકેનિઝમ શરૂ કરવાનો પોતાનો ઇરાદો પણ વ્યક્ત કર્યો છે.

