ઉડાન ભરતા સમયે જ વિમાનનું ટાયર નીકળી ગયું, 170થી વધુ મુસાફરો હતા સવાર; જાણો પછી શું થયું
અમેરિકાના લૉસ એન્જલસમાં હજારો લોકોનો જીવ જોખમમાં નાખવાની ઘટના સામે આવી છે. એક વિમાનમાં બેદ

અમેરિકાના લૉસ એન્જલસમાં હજારો લોકોનો જીવ જોખમમાં નાખવાની ઘટના સામે આવી છે. એક વિમાનમાં બેદરકારીની ઘટના બની છે. એક બોઇંગ જેટ વિમાનનું ટાયર ઉડાન ભરતા સમયે નીકળી ગયું હતું જેને કારણે લોકોની હાલત ખરાબ થઇ ગઇ હતી. જ્યારે આ દૂર્ઘટના બની ત્યારે વિમાનમાં 174 મુસાફરો હાજર હતા.
શું છે ઘટના?
આ ઘટના લોસ એન્જલસમાં યૂનાઇટેડ એરલાઇન્સના બોઇંગ જેટ વિમાનની છે. જ્યારે વિમાન ઉડાન ભરતું હતું ત્યારે વિમાનનું ટાયર નીકળી ગયું હતું. ઘટના સમયે બોઇંગ 757-200 વિમાનમાં 174 મુસાફર અને ચાલક દળના સાત સભ્ય સવાર હતા. એવામાં આટલી મોટી બેદરકારીને કારણે લોકોના જીવને મોટો ખતરો ઉભો થયો હતો.
મુસાફરો સુરક્ષિત
મળતી માહિતી અનુસાર, આ પુરી ઘટના બાદ વિમાનને ડેનવરમાં સુરક્ષિત ઉતારવામાં આવ્યું હતું. કંપનીએ જણાવ્યું કે આ ઘટનામાં કોઇના ઘાયલ થવાના સમાચાર નથી. સાત માર્ચે યૂનાઇટેડ એરલાઇનનું આ વિમાન સેન ફ્રાન્સિસ્કોથી ઉડાન ભરતું હતું. ઉડાન ભરતા સમયે વિમાનનું ટાયર હવામાં જ તૂટીને પડી ગયું હતું.
કંપનીએ શું કહ્યું?
આ પુરી ઘટના પર કંપનીનું નિવેદન પણ સામે આવ્યું છે. કંપનીએ કહ્યું કે અમે ઘટના પાછળના કારણની તપાસ કરી રહ્યાં છીએ. લોસ એન્જલસમાં વિમાનનું ટાયર મળ્યું છે. ઘટના સમયે વિમાન એરપોર્ટના પાર્કિંગ વિસ્તારમાં એક કારની ઉપર પડ્યુ હતું પરંતુ કોઇ ઘાયલ થયુ નહતું.






