VIDEO : રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો
સોર્સ : GSTV
રશિયા-યુક્રેન યુદ્ધમાં ડ્રોન હુમલાઓનું પ્રમાણ અત્યંત ઘાતક સ્તરે પહોંચ્યું છે. ગુરુવારે યુક્રેને રશિયાની રાજધાની મોસ્કો પર છેલ્લા બે વર્ષનો સૌથી મોટો અને ભીષણ ડ્રોન હુમલો કર્યો છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના દાવા મુજબ, સેનાએ દેશભરમાંથી 555 ડ્રોન તોડી પાડ્યા હતા, જેમાંથી 194 ડ્રોન તો સીધા મોસ્કોને નિશાન બનાવી રહ્યા હતા. આ હુમલાની તીવ્રતા એટલી હતી કે મોસ્કોની મહત્વની ઓઈલ રિફાઈનરી અને રોસ્તોવના ઓઈલ ડેપોમાં ભયાનક વિસ્ફોટો થયા, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. રિફાઈનરીમાંથી નીકળતા કાળા ધુમાડા અને ફ્યુલ ટેન્ક ઉડતા જોઈને સ્થિતિની ગંભીરતા સમજી શકાય છે. આ આક્રમણ બાદ સુરક્ષાના કારણોસર મોસ્કોના તમામ મુખ્ય એરપોર્ટ ઠપ્પ કરી દેવા પડ્યા હતા. યુદ્ધના મેદાનમાં ડ્રોન હવે સૌથી વિનાશક હથિયાર સાબિત થઈ રહ્યા છે.

