યૂક્રેને રશિયા પર કર્યો હુમલો: મૉસ્કો પર છોડ્યા 26 ડ્રોન; આખી રાત સાયરન વાગ્યા
યૂક્રેને ફરી એક વખત રશિયન શહેર પર હુમલો કર્યો છે. રશિયન અધિકારીઓ અનુસાર, શનિવાર રાત્રે યૂક્રેન તરફથી ડ્ર

યૂક્રેને ફરી એક વખત રશિયન શહેર પર હુમલો કર્યો છે. રશિયન અધિકારીઓ અનુસાર, શનિવાર રાત્રે યૂક્રેન તરફથી ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. મૉસ્કોમાં 26 ડ્રોન છોડવામાં આવ્યા હતા જેને હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન આખી રાત સાયરન વાગતું રહ્યું હતું.
રશિયન અધિકારીઓએ યૂક્રેની હુમલાને અમેરિકન ષડયંત્ર ગણાવ્યું છે. રશિયાએ આરોપ લગાવ્યો કે અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોની સૈન્ય સહાયતાના દમ પર યૂક્રેન રશિયા પર હવાઇ હુમલા કરી રહ્યું છે.
રશિયન અધિકારીઓએ કહ્યું કે યૂક્રેને શનિવાર આખી રાત મૉસ્કો અને પુરા રશિયામાં કેટલીક જગ્યાએ ડ્રોન હુમલા કર્યા છે. મૉસ્કોના મેયર સર્ગેઇ સોબયાનિને કહ્યું કે મૉસ્કોની આસપાસના વિસ્તારમાં કેટલાક ડ્રોનને નષ્ટ કરવામાં આવ્યા છે.
રશિયાના આ શહેરો પર હુમલો કરવામાં આવ્યો
વિસ્તારના ગવર્નર અલેકજેન્ડર બોગોમાજે કહ્યું કે રશિયા દક્ષિણ-પશ્ચિમમાં બ્રાંસ્કના સરહદી વિસ્તારમાં યૂક્રેન દ્વારા લૉન્ચ કરવામાં આવેલા લગભગ 26 ડ્રોનને નષ્ટ કરવામાં આવ્યા છે. વોરોનિશ વિસ્તારમાં 10થી વધુ ડ્રોન નષ્ટ કરવામાં આવ્યા છે અને કુર્સ્ક, લિપેત્સ્ક, રિયાજાન અને તુલા વિસ્તારમાં કેટલાક ડ્રોનને નષ્ટ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, હુમલાને કારણે કોઇ નુકસાન થયું નથી.જોકે, આ હુમલાને લઇને યૂક્રેન તરફથી કોઇ ટિપ્પણી કરવામાં આવી નથી.
રશિયામાં યૂક્રેનના હુમલા વધ્યા
છેલ્લા કેટલાક અઠવાડિયામાં યૂક્રેને રશિયા પર કાઉન્ટર એટેક વધાર્યું છે. યૂક્રેની સેનાએ 5 ઓગસ્ટે રશિયન શહેર કુર્સ્ક પર કબ્જો કર્યો છે અને રશિયન સેના શહેરને આઝાદ કરાવવા માટે સંઘર્ષ કરી રહી છે. રિપોર્ટ અનુસાર, જેમ જેમ યૂક્રેનનો ડ્રોન ઉદ્યોગ ઝડપથી વધી રહ્યો છે કીવે રશિયા પર હુમલા વધાર્યા છે. યૂક્રેન રશિયાના ઊર્જા, સૈન્ય અને પરિવહન ઢાંચા પર હુમલો કરી રહ્યું છે.








