Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 'Typhoon Dolphin' wreaks havoc in Japan: Winds of 216 km/h, power outages in 50,000 homes

VIDEO: જાપાનમાં 'ટાયફૂન ડોલ્ફિન' વાવાઝોડાનો હાહાકાર: 216 km/h ની ઝડપે પવન ફૂંકાયો, 50,000 ઘરોમાં વીજળી ગુલ

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જાપાનના દક્ષિણી ઓકિનાવા પ્રાંતમાં શનિવારે 'ટાયફૂન ડોલ્ફિન' વાવાઝોડું ભારે પવન અને વરસાદ સાથે ત્રાટક્યું હતું. આ વાવાઝોડાના કારણે 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે, અને 50,000 થી વધુ મકાનોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. બીજી તરફ, ચીને તેના પૂર્વ કિનારે વાવાઝોડું ત્રાટકે તે પહેલાં બંદરો બંધ કરી દીધા છે, અને ફેરી સર્વિસ સ્થગિત કરી દીધી છે.

App Store

જાપાનમાં વાવાઝોડાની અસર

ઓકિનાવામાં પવનના જોરદાર સુસવાટાને કારણે ત્રણ વૃદ્ધો પડી જવાથી ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે કાગોશિમા પ્રાંતમાં પણ એક વ્યક્તિ ઘાયલ થયો હતો. કાગોશિમામાં લગભગ 39,000 અને ઓકિનાવામાં 12,000 થી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. જાપાની એરલાઈન્સ ઓલ નિપ્પોન એરવેઝ (ANA) અને જાપાન એરલાઈન્સે ઓકિનાવા જતી અને આવતી તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. વાવાઝોડા દરમિયાન પવનની ઝડપ 162 કિમી/કલાકથી વધીને 216 કિમી/કલાક સુધી પહોંચી ગઈ હતી.

ચીનમાં ઓરેન્જ અને રેડ એલર્ટ

ચીનમાં રવિવારના મોડી રાત અથવા સોમવારની વહેલી સવારે વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે. ચીનના સત્તાવાળાઓએ તેને ઓરેન્જ-કેટેગરીનું વાવાઝોડું જાહેર કર્યું છે. પૂર અને ભૂસ્ખલનની આશંકાને પગલે ઇમરજન્સી રિસ્પોન્સ સ્તર વધારી દેવામાં આવ્યું છે. ઝેજિયાંગ પ્રાંત અને ફુજિયાન પ્રાંત વચ્ચે વાવાઝોડું જમીન પર ત્રાટકી શકે છે. ચીનના રાષ્ટ્રીય દરિયાઈ પૂર્વાનુમાન કેન્દ્રે દરિયામાં 5 થી 8 મીટર (16 થી 26 ફૂટ) ઊંચા મોજાં ઉછળવાની આગાહી સાથે રેડ એલર્ટ જારી કર્યું છે.

બંદરો અને એરપોર્ટ પર કામગીરી બંધ

ઝેજિયાંગ પ્રાંતમાં બંદરની તમામ કામગીરી અટકાવી દેવામાં આવી છે અને માછીમારોને બોટ સાથે પરત બોલાવી લેવાયા છે. ઝેજિયાંગના નિંગબો લિશે ઇન્ટરનેશનલ એરપોર્ટે રવિવારે તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. તાઈવાનમાં પણ વાવાઝોડાના કારણે 78 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.