VIDEO: મલેશિયામાં સેનાના બે હેલિકોપ્ટર હવામાં ટકરાયા, 10 લોકોનાં મોત
મલેશિયાની રોયલ મલેશિયન નેવીના વાર્ષિક કાર્યક્રમના રિહર્સલ દરમિયાન નેવીના બે

મલેશિયાની રોયલ મલેશિયન નેવીના વાર્ષિક કાર્યક્રમના રિહર્સલ દરમિયાન નેવીના બે હેલિકોપ્ટર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં દસ લોકોના મોત થયા છે. નેવીએ આ ઘટનામાં દસ લોકોના મોતની પુષ્ટિ કરી છે. દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ હેલિકોપ્ટરના ક્રૂ મેમ્બર હતા. આ ઘટના સ્થાનિક સમય અનુસાર મંગળવારે સવારે 9.32 વાગ્યે બની હતી.
નેવીનું આ રિહર્સલ મંગળવારે લુમુતના રોયલ મલેશિયન નેવી સ્ટેડિયમમાં થઈ રહ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હેલિકોપ્ટર બીજા હેલિકોપ્ટર સાથે અથડાતું જોઈ શકાય છે. આ બે હેલિકોપ્ટર Fennec M502-6 અને HOM M503-3 હતા. પહેલું હેલિકોપ્ટર ક્રેશ થયું અને સ્ટેડિયમની સીડીઓ પર પડ્યું જ્યારે બીજું સ્વિમિંગ પુલમાં પડ્યું હતું.
મલેશિયન નૌકાદળે આ ઘટના પર એક નિવેદન જારી કરીને કહ્યું કે આ હેલિકોપ્ટર નેવીની 90મી વર્ષગાંઠ પર 3 થી 5 મે વચ્ચે યોજાનારી સૈન્ય પરેડ માટે રિહર્સલ કરી રહ્યા હતા. નેવીએ આ ઘટનામાં દસ લોકોના મોતની પુષ્ટિ કરી છે. અકસ્માતમાં માર્યા ગયેલા તમામ લોકો હેલિકોપ્ટરના ક્રૂ મેમ્બર હતા. મૃતદેહોને ઓળખ માટે લુમુત એર બેઝ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ ઘટના સ્થાનિક સમય અનુસાર મંગળવારે સવારે 9.32 વાગ્યે બની હતી.






