મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

લંડનથી સિંગાપુર જતા વિમાનમાં ટર્બુલન્સને કારણે એક મુસાફરનું મોત, 30થી વધુ ઘાયલ

લંડનથી સિંગાપુર જતી સિંગાપુર એરલાઇન્સની ફ્લાઇટમાં એક મુસાફરનું મોત થયું છે. વિમાનમાં કેટલાક મુસાફર ઘાયલ પ

લંડનથી સિંગાપુર જતા વિમાનમાં ટર્બુલન્સને કારણે એક મુસાફરનું મોત, 30થી વધુ ઘાયલ

લંડનથી સિંગાપુર જતી સિંગાપુર એરલાઇન્સની ફ્લાઇટમાં એક મુસાફરનું મોત થયું છે. વિમાનમાં કેટલાક મુસાફર ઘાયલ પણ થયા છે. ખતરનાક ટર્બુલન્સને કારણે આ દૂર્ઘટના બની હતી. એરલાઇને નિવેદન જાહેર કરીને આ ઘટનાની પૃષ્ટી કરી છે. ટર્બુલન્સ બાદ વિમાનનું બેંગકોકમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.

કેવી રીતે બની દૂર્ઘટના?

લંડનથી સિંગાપુર જતી સિંગાપુર એરલાઇન્સની એક ફ્લાઇટ 777-300 ERને ગંભીર એર ટર્બુલન્સનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન જોરદાર ઝટકાને કારણે એક મુસાફરનું મોત થયું છે જ્યારે 30થી વધુ મુસાફર ઘાયલ થયા છે. એર ટર્બુલન્સ વચ્ચે વિમાનનું બેંગકોકમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવુ પડ્યું હતું. વિમાનમાં 211 મુસાફર અને 18 ક્રૂ મેમ્બર સવાર હતા. ઘાયલ લોકોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

વિમાન ઉડતા સમયે જ્યારે તેના વિંગ્સ સાથે હવા અનિયંત્રિત થઇને ટકરાય છે તો પ્લેનમાં એર ટર્બુલન્સ થાય છે. પ્લેન નક્કી હાઇટથી ઉપર-નીચે થવા લાગે છે જેને કારણે મુસાફરોને ઝટકા લાગે છે. આ ટર્બુલન્સ હવામાન સાથે પણ જોડાયેલુ હોઇ શકે છે. આકાશમાં વીજળી કડકવા અને ભારે વાદળ હોવાના સમયે પણ વિમાનમાં ટર્બુલન્સ ઉભુ થાય છે.

આ સમાચાર શેર કરો