Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Trump's open warning of another major and deadly attack on Iran at any moment, worries the entire world.

VIDEO: ઈરાન પર ગમે તે ક્ષણે ફરી મોટો અને ઘાતક હુમલો કરવાની ટ્રમ્પની ખુલ્લી ચેતવણી, સમગ્ર વિશ્વમાં ભારે ચિંતા આને તણાવનો માહોલ

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઈરાન સાથે યુદ્ધવિરામ તૂટ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ગમે તે ક્ષણે ફરી મોટો અને ઘાતક હુમલો કરવાની ખુલ્લી ચેતવણી આપી છે. ટ્રમ્પના આ આક્રમક એલાન બાદ પશ્ચિમ એશિયા સહિત સમગ્ર વિશ્વમાં ભારે ચિંતા અને તણાવનો માહોલ ઉભો થયો છે.

App Store

ઈઝરાયેલના એરપોર્ટ પર અમેરિકી વિમાનો એલર્ટ
ટ્રમ્પની ચેતવણી સાથે જ ઈઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટ પર અમેરિકી યુદ્ધ વિમાનોની ભારે હલચલ શરૂ થઈ ગઈ છે. એરપોર્ટ ઓથોરિટીના ચેરમેને ખુલાસો કર્યો છે કે, 'યુદ્ધ દરમિયાન ઈઝરાયેલ આવેલા અમેરિકી વિમાનોમાંથી આશરે 50% વિમાનો આજે પણ અહીં તૈનાત છે.' આ તમામ રીફ્યુલિંગ વિમાનો છે, જે હવામાં જ ફાઈટર જેટ્સમાં ઈંધણ ભરી શકે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે અમેરિકાએ ઈરાન પર ગમે ત્યારે હવાઈ હુમલો કરવા માટે પૂરી ઘેરાબંદી કરી લીધી છે.

અમે ડરતા નથી : ઈરાનનો ટ્રમ્પને જવાબ
અમેરિકાની આ સૈન્ય તૈયારીઓ સામે ઈરાને પણ 'અમે ડરતા નથી' તેવા તેવર બતાવ્યા છે. ઈરાની સેનાના ચીફ ઓફ સ્ટાફ એડમિરલ હબીબુલ્લાહ સૈયારીએ કડક શબ્દોમાં વળતો પ્રહાર કરતા કહ્યું છે કે, 'જે પણ સેના ઈરાનની ધરતી કે તેના દરિયાઈ તટ પર પગ મૂકવાની હિંમત કરશે, તે એક એવા ભયાનક નરકમાં પ્રવેશ કરશે જ્યાંથી જીવતા બહાર નીકળવાનો કોઈ રસ્તો નહીં હોય.'

'ઈરાન કંઈ વેનેઝુએલા નથી'
ઈરાની એડમિરલે ડોનાલ્ડ ટ્રમ્પની મિલિટ્રી યોજનાઓની મજાક ઉડાવતા જણાવ્યું કે, ટ્રમ્પ અગાઉ પણ હોર્મુઝ જળમાર્ગ અને ખાર્ગ દ્વીપ પર કબ્જો કરવાના મોટા દાવા કરી ચૂક્યા છે પરંતુ તેને જમીન પર લાગુ કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, 'ટ્રમ્પ કદાચ ખોટી માનસિકતામાં જીવે છે કે ઈરાન પણ વેનેઝુએલા કે અન્ય નબળા દેશો જેવું છે, જ્યાં અમેરિકા પોતાની મનમાની ચલાવી શકે અને સામે કોઈ જવાબ ન મળે.'