Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 'Trump... please say something, we are getting bored', Iran

‘ટ્રમ્પ... પ્લીઝ કંઈક તો બોલો, અમે કંટાળી રહ્યા છીએ’, ઈરાને અમેરિકાની ભારે ફજેતી કરી 

Timeછેલ્લું અપડેટ : 04 Apr 2026
લાઇવ ટીવીGoogle News
‘ટ્રમ્પ... પ્લીઝ કંઈક તો બોલો, અમે કંટાળી રહ્યા છીએ’, ઈરાને અમેરિકાની ભારે ફજેતી કરી 
સોર્સ : gstv

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનનું યુદ્ધ ભયાનક તબક્કામાં પહોંચી ગયું છે. એકતરફ ઈરાન મધ્ય-પૂર્વના દેશો પર ધડાધડ હુમલાઓ કરી રહ્યું છે, તો બીજીતરફ અમેરિકા-ઈઝરાયલ પણ ઈરાન પર બોંબ ઝિંકી રહ્યા છે. રિપોર્ટ મુજબ ઈરાને છેલ્લા 24 કલાકમાં અમેરિકાના બે ફાઈટર જેટ, એક મોટું એરક્રાફ્ટ અને અનેક હેલીકોપ્ટર ઉડાવી દીધા છે. આ ઘટના બાદ ઈરાને અમેરિકાની ભારે ફજેતી કરી છે.

App Store

ઈરાને ટ્રમ્પની મજાક ઉડાવી

ઈરાને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મજાક ઉડાવતા કહ્યું કે, ‘ટ્રમ્પ... પ્લીઝ કંઈક તો બોલો, અમે કંટાળી રહ્યા છીએ.’ આ પોસ્ટ ઝિમ્બાબ્વે સ્થિત ઈરાનના દૂતાવાસે કરી છે. આનાથી અમેરિકા અને અમેરિકન સેનાની વિશ્વભરમાં ભારે ફજેતી થઈ રહી છે. ઈરાને એવા સમયે આ પોસ્ટ કરી છે, જ્યારે તેણે અમેરિકાના અનેક ફાઈટર જેટ, MQ9 ડ્રોન અને ક્રૂઝ મિસાઈલને હવામાં જ ઉડાવી દીધી છે.

ટ્રમ્પનો દાવો ખોટો પડ્યો

ટ્રમ્પે તાજેતરમાં જ સંબોધન કરીને કહ્યું હતું કે, ઈરાનની મિસાઈલ ઝિંકવાની અને ડિફેન્સ કરવાની ક્ષમતા લગભગ ખતમ થઈ ગઈ છે. જોકે ઈરાને છેલ્લા 24 કલાકમાં ભયાનક આક્રમકતા બતાવીને અમેરિકન સેનાનું નાક કાપી નાખ્યું છે, જેનાથી ટ્રમ્પના આ દાવા ખોટા પડી રહ્યા છે. ઈરાન ઈઝરાયલના તેલ-અવીવથી લઈને મધ્ય પૂર્વમાં અમેરિકન સેનાના બેઝને સતત ટાર્ગેટ કરી રહ્યું છે. આ યુદ્ધના કારણે અમેરિકા મોટી નુકસાની વેઠી રહ્યું છે. શુક્રવારે ઈરાની હુમલામાં એક અમેરિકન ફાઈટર જેટ ક્રેશ થયું હતું, આ જેટનો એક પાયલટ હજુ પણ લાપતા હોવાથી તેની શોધખોલ ચાલી રહી છે.