US President Elections 2024: ડેમોક્રેટ પાર્ટી તરફથી ટિમ વોલ્ઝ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાંથી વર્તમાન રાષ્ટ્રપ્રમુખ જો બાયડન ખસી ગયા છે. વર્તમાન ઉપપ્રમુખ તેવ

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાંથી વર્તમાન રાષ્ટ્રપ્રમુખ જો બાયડન ખસી ગયા છે. વર્તમાન ઉપપ્રમુખ તેવાં ભારત વંશીય કમલા હેરીસ ડેમોક્રેટિક પાર્ટી તરફથી સ્પર્ધામાં ઝૂકાવ્યું છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરીસે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ટિમ વાલ્ઝને ઉમેદવાર બનાવ્યા છે.
રાષ્ટ્રપતિ પદ માટે નવેમ્બર માસમાં ચૂંટણી યોજાશે
અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટે 9 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે. જેમાં ડેમોક્રેટિક પાર્ટી અને રિપબ્લિકન પાર્ટી બંને સામસામે છે. ડેમોક્રેટિક પાર્ટી તરફથી કમલા હેરિસ સત્તાવાર ઉમેદવાર છે અને રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાવાર ઉમેદવાર છે. અગાઉ પેન્સિલવેનિયાના ગવર્નર જોશ શાપિરોનું નામ પણ ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિની રેસ માટે આગળ હતું પરંતુ ટિન વોલ્ઝે બાજી મારી લીધી છે.
બાયડને અચાનક પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને જો બાયડને અચાનક ડેમોક્રેટિક પાર્ટીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું, ત્યારબાદ કમલા હેરિસે સમર્થન મેળવ્યું હતું અને મંગળવારે તે સત્તાવાર રીતે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા હતા.








