'PM મોદી કે ભારત વિરુદ્ધ કોઈ પુરાવા નથી', ભારત સરકારના ઠપકા બાદ ટ્રુડો સરકારે ફરી પલ્ટી મારી
કેનેડા સરકાર ફરી એકવાર ભારતની સામે ખુલ્લી પડી છે. હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે જોડાયેલા કેસને લઈને કેનેડાન

કેનેડા સરકાર ફરી એકવાર ભારતની સામે ખુલ્લી પડી છે. હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે જોડાયેલા કેસને લઈને કેનેડાને શરમનો સામનો કરવો પડ્યો છે. ટ્રુડો સરકારે સ્વીકાર્યું છે કે તેમની પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પર લાગેલા આરોપો સંબંધિત કોઈ પુરાવા નથી. ટ્રુડો સરકારે એમ પણ કહ્યું કે તેમની પાસે આ વિશે હજુ સુધી કોઈ માહિતી નથી.
કેનેડા સરકાર ફરી એકવાર ભારતની સામે ખુલ્લી પડી
હરદીપ સિંહ નિજ્જર ખાલિસ્તાની સમર્થક હતો અને તેના પર ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો આરોપ હતો. જૂન 2023માં કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં તેની હત્યા કરવામાં આવી હતી.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતીય એજન્સીઓ પર લગાવ્યો હતો આરોપ
આ મામલે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતીય એજન્સીઓ પર નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.
ભારત-કેનેડા સંબંધો પર અસર
ટ્રુડોના ભારત વિરુદ્ધ નિવેદન બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. પરિણામે, ભારતે કેનેડા સાથેની વેપાર વાટાઘાટો સ્થગિત કરી અને રાજદ્વારી પ્રવૃત્તિઓમાં ઘટાડો કર્યો. તેનાથી બંને દેશો વચ્ચે ચાલી રહેલા વેપાર કરારો પર પણ અસર પડી હતી.






