અમેરિકામાં ટ્રમ્પ સરકાર દ્વારા 2025માં અલગ અલગ કારણોથી 2 હજારથી વધુ ભારતીયોને પાછા ધકેલાયા
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા ત્યારથી વિદેશી નાગરિકો

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા ત્યારથી વિદેશી નાગરિકો તરફ અમેરિકાની પોલિસી બદલાઈ ગઈ છે. વિવિધ માપદંડો પૂરાં ન કરનારા કે અપૂરતા દસ્તાવેજો ધરાવતા સેંકડો વિદેશી નાગરિકોને સ્વદેશ ધકેલી દીધા છે. એમાં હજારો ભારતીયોનો પણ સમાવેશ થાય છે. 20મી જાન્યુઆરીએ ટ્રમ્પે શપથ લીધા ત્યારથી લઈને અત્યાર સુધીમાં 2,790 ભારતીય નાગરિકોને સ્વદેશ ધકેલી દીધા છે.
ભારત સરકારના વિદેશ મંત્રાલયના આંકડા મુજબ 2,790 ભારતીયોને મોકલાયા પરત
ભારત સરકારના વિદેશ મંત્રાલયે જાહેર કરેલાં આંકડાં પ્રમાણે જાન્યુઆરીથી ઓક્ટોબરના અંત સુધીમાં વિવિધ કારણોસર 2,790 ભારતીય નાગરિકોને અમેરિકાએ દેશનિકાલ કર્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું કે અમેરિકાના વિવિધ માપદંડોને પૂરા ન કર્યા હોવાથી આ નાગરિકોને દેશનિકાલ કરાયા હતા. ભારત સરકારે તેમનું વેરિફિકેશન કર્યું હતું અને નાગરિકતાની તપાસ કર્યા બાદ તેમને પાછા લવાયા છે.
બ્રિટેનના 100 નાગરિકોને પરત સ્વદેશ મોકલાયા
બ્રિટનમાંથી કેટલા નાગરિકોને પાછા ધકેલાયા એવું પૂછવામાં આવતા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે આ વર્ષે બ્રિટને પણ 100 નાગરિકોને સ્વદેશ મોકલ્યા હતા. તેમણે એવું પણ ઉમેર્યું કે નાગરિકોને પાછા લાવવાની પ્રક્રિયામાં બે દેશો વચ્ચે નક્કી કરેલા નિયમોનું પાલન થયું છે. કૂટનૈતિક પ્રક્રિયા પ્રમાણે આ કાર્યવાહી થઈ હતી. ભારત અને અમેરિકા-બ્રિટન-કેનેડા જેવા દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય ભાગીદારીમાં ગેરકાયદે રહેતા ભારતીય નાગરિકોનો મુદ્દો ચર્ચાતો રહે છે. જોકે, થોડા સમયથી ઘણાં દેશોએ સખ્તાઈથી આ દિશામાં કામ કર્યું હોવાથી એમાં ઓટ આવવી શરૂ થઈ છે.
અમેરિકામાં ભારતીયોની ગેરકાયદેસર ઘુસણખોરીમાં 62%નો ઘટાડો
અમેરિકામાં ટ્રમ્પ પ્રમુખ બન્યા તેની અસર ગેરકાયદે ઘૂસણખોરીના મુદ્દે થઈ હતી. અમેરિકામાં ટ્રમ્પના શાસનમાં વિદેશી નાગરિકોની ગેરકાયદે ઘૂસણખોરી ઓછી થઈ છે અને એમાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે. એક વર્ષ પહેલાં 90,415 ભારતીયોને ગેરકાયદે ઘૂસણખોરી વખતે પકડી લેવાયા હતા. એક જ વર્ષમાં એ આંકડો ઘટીને 34,146 થઈ ગયો છે. ભારતીયોની ગેરકાયદે ઘૂસણખોરીમાં 62%નો ઘટાડો નોંધાયો છે.






