Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : The successful flight of the world's largest electric plane, Aerospace X1

VIDEO: એરલાઇન્સ ઉદ્યોગ માટે ગેમચેન્જર: દુનિયાના સૌથી મોટા ઇલેક્ટ્રિક વિમાને ભરી સફળ ઉડાન, હવે પાણીના મુલે થશે વિમાનની સફર!

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

Aerospace X1 : અત્યાર સુધી વિમાનની ઉડાનનો સીધો અર્થ હજારો લીટર ઇંધણ (ફ્યુઅલ) નો વપરાશ હતો, પરંતુ હવે હવાઈ સફરનું ચિત્ર બદલાવા જઈ રહ્યું છે. અમેરિકન સ્ટાર્ટઅપ કંપની 'હર્ટ એરોસ્પેસ' (Heart Aerospace) દ્વારા વિકસાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા ઓલ-ઇલેક્ટ્રિક વિમાન 'Aerospace X1' એ પોતાની પ્રથમ સફળ ટેસ્ટ ફ્લાઇટ પૂર્ણ કરી છે. 12 ઓગસ્ટે ન્યૂ યોર્કના પ્લેટ્સબર્ગ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરીને આ વિમાને એવિએશન સેક્ટરમાં એક નવો ઇતિહાસ રચ્યો છે.

App Store

27 મિનિટની ઉડાન અને વીજળીનો ખર્ચ માત્ર $5 (₹480)

પરીક્ષણ દરમિયાન Aerospace X1 વિમાને 1,100 ફીટની ઊંચાઈ પ્રાપ્ત કરી હતી અને કુલ 27 મિનિટ સુધી હવામાં રહીને સફળ લેન્ડિંગ કર્યું હતું. આ ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન વિમાનના ઇલેક્ટ્રિક પાવરટ્રેને 1 મેગાવોટથી વધુ પાવર જનરેટ કર્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર 27 મિનિટની ઉડાનમાં ઉપયોગમાં લેવાયેલી વીજળીનો બિલ ખર્ચ માત્ર 5 ડોલર (લગભગ ₹480) આવ્યો હતો.

વિમાનની વિશેષતાઓ અને સાઇઝ

Heart Aerospace X1 કોઈ નાનું પ્રાઇવેટ પ્લેન નથી, પરંતુ વિશાળકાય ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ છે:

વિંગ સ્પેન (પાંખોનો ફેલાવો): 32.3 મીટર (106 ફીટ)

લંબાઈ: 23.2 મીટર (76 ફીટ)

ઊંચાઈ: 7.3 મીટર

ટેક-ઓફ વજન: 11,340 કિલોગ્રામથી વધુ (25,000 પાઉન્ડ)

એરલાઇન્સ ઉદ્યોગ માટે ગેમચેન્જર શા માટે?

હાલમાં હવાઈ મુસાફરીમાં ફ્યુઅલનો ખર્ચ સૌથી મોટો ભાગ ભજવે છે. પરંતુ ઓલ-ઇલેક્ટ્રિક પાવરટ્રેન ધરાવતા આ વિમાનથી ઓપરેટિંગ કોસ્ટમાં જંગી ઘટાડો થશે. કંપની હવે 30 મુસાફરોની ક્ષમતા ધરાવતું ES-30 નામનું હાઇબ્રિડ-ઇલેક્ટ્રિક વિમાન તૈયાર કરી રહી છે, જે રિજનલ એરલાઇન્સના ઓપરેટિંગ ખર્ચમાં 40% થી વધુનો ઘટાડો કરશે.

ES-30 વિમાન સંપૂર્ણ ચાર્જ્ડ બેટરી અને ફૂલ ટેન્ક સાથે 804 કિમી (500 માઇલ) સુધીની મુસાફરી કરી શકશે, જ્યારે માત્ર ઇલેક્ટ્રિક મોડ પર 201 કિમી (125 માઇલ) ઉડી શકશે. તેની બેટરી માત્ર 30 મિનિટમાં ફરી ચાર્જ થઈ શકશે.

ભવિષ્યનો રોડમેપ

Aerospace X1 એ પેસેન્જર પ્લેન નથી પરંતુ એક ટેસ્ટિંગ પ્લેટફોર્મ છે, જેના આધારે ES-30 વિમાનની ટેકનોલોજી પારખવામાં આવી રહી છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) ની દેખરેખ હેઠળ આ ટેસ્ટિંગ કરાયું હતું. કંપનીના સીઈઓ એન્ડર્સ ફોરસલુન્ડના જણાવ્યા મુજબ, 2028 સુધીમાં હાઇબ્રિડ ફ્લાઇટનું પ્રોડક્શન ટેસ્ટિંગ શરૂ થશે અને 2031 સુધીમાં ટાઇપ સર્ટિફિકેશન મેળવવાનું લક્ષ્ય રખાયું છે.