Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Supreme Court's red eye against airlines' exorbitant fares; Strict order to central government to come up with rules in 2 weeks

VIDEO: એરલાઇન્સના બેફામ ભાડાં સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ; કેન્દ્ર સરકારને 2 અઠવાડિયામાં નિયમો રજૂ કરવા કડક આદેશ

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

એરલાઇન્સો દ્વારા વસૂલવામાં આવતા બેફામ ભાડાં સામે સુપ્રીમ કોર્ટે ધોકો પછાડયો છે. સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે બે અઠવાડિયાની અંદર ભારતીય વાયુયાન અધિનિયમ 2024 હેઠળ એરલાઇન્સને લગતા નિયમો ઘડીને તેમની સમક્ષ મૂકો, જેનું ધ્યેય ભારતીય ઉડ્ડયન ક્ષેત્રના આધુનિકીકરણનું છે.

App Store

ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મહેતાની બેન્ચે જણાવ્યું હતું કે આ નિયમો તેમની સમક્ષ સીલ કવરમાં મૂકવામાં આવે. પછી ભલેને આ નિયમ સંસદમાં રજૂ કરાય તે બાબત પ્રસ્તુત રહેતી નથી. સામાજિક કાર્યકર એસ લક્ષ્મીનારાયણની અરજીના આધારે સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે.તેમણે માંગ કરી છે કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં પારદર્શકતા અને પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મજબૂત અને સ્વતંત્ર નિયમનકાર નીમવામાં આવે. આ ઉપરાંત હવાઈભાડામાં અકલ્પનીય રીતે થતી વધઘટ અને ખાનગી એરલાઇન્સ દ્વારા બેફામ રીતે લાદવામાં ચાર્જિસને પણ રેગ્યુલેટરી ગાઇડલાઇન્સ દ્વારા નિયંત્રિત કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટની બેન્ચને કેન્દ્રના વકીલે જણાવ્યું હતું કે આ માટેના ડ્રાફ્ટ નિયમો તૈયાર છે અને તેનો અનુવાદ થઈ રહ્યો છે. નિયમોને ટૂંક સમયમાં સંસદ સમક્ષ રજૂ કરવામાં આવશે. બેન્ચે જણાવ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે આ નિયમો સંસદમાં રજૂ કરાય કે ન કરાય પરંતુ સુપ્રીમ કોર્ટમાં બેન્ચ સમક્ષ સીલબંધ કરવરમાં રજૂ કરવામાં આવે.