Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : The remains of a unique species of dinosaur, more than 90 million years old, were found in the Sahara Desert.

સહારાના રણમાંથી મળી આવ્યા 9 કરોડ વર્ષથી પણ વધુ જૂના ડાયનોસોરની અનોખી પ્રજાતિના અવશેષો મળ્યાં

Timeછેલ્લું અપડેટ : 21 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સહારાના રણમાંથી મળી આવ્યા 9 કરોડ વર્ષથી પણ વધુ જૂના ડાયનોસોરની અનોખી પ્રજાતિના અવશેષો મળ્યાં
સોર્સ : GSTV

ઉત્તર નાઈજરના અગાદેઝ વિસ્તારમાં જીવવૈજ્ઞાનિક પોલ સેરેનોના નેતૃત્વમાં કરવામાં આવેલા ખોદકામ દરમિયાન ડાયનોસોરની એક નવી પ્રજાતિના અવશેષો મળી આવ્યા છે. આ અવશેષો આશરે 9.5 કરોડ વર્ષ જૂના એટલે કે ક્રિટેશિયસ યુગના હોવાનું મનાય છે. વર્ષ 2022માં કરવામાં આવેલા આ ખોદકામમાં વૈજ્ઞાનિકોને ડાયનોસોરની ત્રણ ખોપરીઓ સહિત શરીરના અનેક મહત્ત્વપૂર્ણ હાડકાં મળી આવ્યા હતા.

App Store

વિશાળ કદ અને અનોખી શારીરિક રચના

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ ડાયનોસોર આશરે 40 ફૂટ લાંબો હતો અને તેનું વજન 5થી 7 ટન જેટલું હોવાનો અંદાજ છે. તેની શારીરિક વિશેષતાઓ તેને અન્ય થેરાપોડ(Therapod) ડાયનોસોરથી તદ્દન અલગ પાડે છે.

- મગર જેવી ચાંચ: તેની પાસે મગર જેવી લાંબી ચાંચ અને ખાસ માછલી પકડવા માટે રચાયેલા અણીદાર દાંત હતા.

- વહાણના સઢ જેવી પીઠ: તેની પીઠ પર વહાણના સઢ જેવો વિશિષ્ટ આકાર હતો.

- વળાંકદાર ખોપરી: આ ડાયનોસોરની ખોપરી આશરે 20 ઈંચ ઊંચી અને વળાંકદાર હતી, જે તેની સૌથી મોટી ઓળખ બની છે.

શિકાર કરવાની વિશિષ્ટ પદ્ધતિ

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ ડાયનોસોર સંપૂર્ણપણે જળચર નહોતો, પરંતુ તે પાણીની આસપાસ રહેવાનું વધુ પસંદ કરતો હતો. તે નદીઓ અને તળાવોના ઓછા ઊંડા પાણીમાં ઊભા રહીને પોતાની લાંબી ચાંચ વડે માછલીઓ અને અન્ય જળચર જીવોનો શિકાર કરતો હતો. સહારાના રણમાં મળેલી આ શોધ પ્રાચીન જીવસૃષ્ટિના રહસ્યો સમજવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.