મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

કેમિસ્ટ્રીના Nobel Prizeની જાહેરાત, 3 વૈજ્ઞાનિકોને આપવામાં આવ્યો એવોર્ડ

The Nobel Prize in Chemistry 2024 | કેમિસ્ટ્રીના નોબેલ પ્રાઇઝ 2024ની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે આ પ્રાઇઝ 3 વૈજ્ઞાનિકોને મળ્યું છે જેમાં અમેરિકન વૈજ્ઞાનિ

કેમિસ્ટ્રીના Nobel Prizeની જાહેરાત, 3 વૈજ્ઞાનિકોને આપવામાં આવ્યો એવોર્ડ

કેમિસ્ટ્રીના નોબેલ પ્રાઇઝ 2024ની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે આ પ્રાઇઝ 3 વૈજ્ઞાનિકોને મળ્યું છે જેમાં અમેરિકન વૈજ્ઞાનિક ડેવિડ બેકર, જૉન જમ્પર અને બ્રિટીશ વૈજ્ઞાનિકના ડેમિસ હસાબિસ સામેલ છે. પ્રાઇઝને બે ભાગમાં વહેંચવાામં આવી છે. પ્રથમ ભાગ ડેવિડ બેકરને મળ્યો છે જેમને નવી રીતના પ્રોટીનનું નિર્માણ કર્યું છે.
પ્રોટીન ડિઝાઇન એક ટેકનિક છે જેમાં પ્રોટીનની સંરચનામાં બદલાવ કરી નવા ગુણ ધરાવતા પ્રોટીન તૈયાર કરવામાં આવે છે જેમાં દવા અને વેક્સીન બનાવવામાં મદદ મળે છે. પ્રાઇઝનો બીજો ભાગ ડેમિસ અને જૉન જમ્પરને મળ્યો છે જેમને એક એવું AI મૉડલ બનાવ્યું છે જેને કૉમ્પલેક્સ પ્રોટીનના સ્ટ્રક્ચરને સમજવામાં મદદ મળી છે.

દવા-વેક્સીનમાં ઉપયોગ થઇ રહ્યું છે નવું પ્રોટીન

પ્રોટીન માનવના શરીર માટે કેમિકલ ટૂલની જેમ કામ કરે છે. આ શરીરમાં તમામ કેમિકલ રિએક્શન્સને કંટ્રોલ કરે છે જે માનવ જીવનનો આધાર થાય છે.પ્રોટીન આશરે 20 અલગ અલગ અમીનો એસિડથી બનેલું હોય છે. 2003માં ડેવિડ બેકરે આ અમીનો એસિડનો ઉપયોગ કરી એક નવી રીતનું પ્રોટીન બનાવ્યું છે જેનો ઉપયોગ કેટલીક વેક્સીન અને દવામાં કરવામાં આવે છે.

190 દેશોમાં ઉપયોગ થઇ રહ્યુ છે AI મૉડલ અલ્ફાફોલ્ડ

બીજી શોધમાં પ્રોટીન સ્ટ્રક્ચરને સમજવા માટે AI મૉડલ બનાવવામાં આવ્યું છે. પ્રોટીનમાં અમીનો એસિડ લાંબા તારામાં એક સાથે જોડાયેલા હોય છે જે એક 3D સ્ટ્રક્ચર બનાવે છે. 1970ના દાયકાથી વૈજ્ઞાનિકો અમીનો એસિડના આધાર પર પ્રોટીનનો સ્ટ્રક્ચર સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છે પરંતુ તેમને સફળતા નથી મળી.

વર્ષ 2020માં ડેમિસ હસાબિસ અને જૉન જમ્પરે એક AI મૉડલ અલ્ફાફોલ્ડ 2 બનાવ્યું છે, જેની મદદથી વૈજ્ઞાનિક તમામ 20 કરોડ પ્રોટીનના સ્ટ્રક્ચરને વર્ચ્યુઅલી સમજી શક્યા. અલ્ફાફોલ્ડ મૉડલનો ઉપયોગ 190 દેશના 20 લાખ લોકો કરે છે. પ્રોટીન સ્ટ્રક્ચરને સમજવાથી વૈજ્ઞાનિકોને એન્ટીબાયોટિકને સારી રીતે જાણવા અને પ્લાસ્ટિકને તોડનારા એંજાઇમ્સ બનાવવામાં મદદ મળી છે.

ફિઝિક્સ અને મેડિસિન ક્ષેત્રમાં મળી ચુક્યો છે 2024નો નોબેલ

નોબેલ પ્રાઇઝ 2024ની વિજેતાઓની જાહેરાત સોમવાર 7 ઓક્ટોબરથી શરૂ થઇ હતી. પ્રથમ દિવસે મેડિસિનના ક્ષેત્રમાં વિક્ટર એમ્બ્રોસ અને ગેરી રૂવકુનને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. આ પ્રાઇઝ માઇક્રો RNA (રાઇબોન્યૂક્લિક એસિડ)ની શોધ માટે આપવામાં આવ્યો હતો.

તે બાદ મંગળવારે ફિઝિક્સના નોબેલ પ્રાઇઝની જાહેરાત થઇ હતી. આ પ્રાઇઝ AIના ગોડફાધર ગણાતા જૈફ્રી ઇ.હિંટન અને અમેરિકન વૈજ્ઞાનિક જૉન જે.હોપફીલ્ડને આપવામાં આવ્યો છે, તેમને મશીન લર્નિંગ સાથે જોડાયેલી નવી ટેકનિકના વિકાસ માટે આ સમ્માન આપવામાં આવ્યું છે જે આર્ટિફિશિયલ ન્યૂરૉન્સ પર આધારિત છે. આ નોબેલ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યૂશન 14 ઓક્ટોબર સુધી ચાલશે.

આ સમાચાર શેર કરો