ઈઝરાયેલી સૈન્ય લેબનોનમાં દાખલ, IDFએ હિજબુલ્લાના ઠેકાણાઓને નિશાન બનાવીને ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું
ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે, હિજબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના ખાત્મા બાદ પણ ઈઝર

ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે, હિજબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના ખાત્મા બાદ પણ ઈઝરાયેલ બેરૂતમાં હુમલા કરી રહ્યું છે. દરમિયાન, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે દક્ષિણ લેબેનોનમાં હિજબુલ્લાહના ઠેકાણો સામે 'લિમિટેડ' ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું છે. ઇઝરાયલે લેબનીઝ આતંકવાદી જૂથ સામે નવો મોરચો ખોલ્યો છે.
ઈઝરાયેલી સૈન્ય લેબનોનમાં દાખલ
IDFએ દક્ષિણ લેબનોનમાં હિજબુલ્લાહ આતંકવાદી ઠેકાણો સામે ગુપ્ત માહિતીના આધારે ટાર્ગેટેડ ગ્રાઉન્ડ ઓપરેશન્સ શરૂ કર્યા છે, IDF એ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. આ ઠેકાણાઓ સરહદની નજીકના ગામોમાં સ્થિત છે અને ઉત્તર ઇઝરાયેલમાં ઇઝરાયેલી સમુદાયો માટે તે ખતરારૂપ છે.
ઇઝરાયેલની એરફોર્સ અને IDF ફોર્સ આતંકી ઠેકાણાઓનો કરશે સફાયો
IDF એ જણાવ્યું હતું કે ઇઝરાયેલની એરફોર્સ અને IDF આર્ટિલરી આ વિસ્તારમાં સૈન્ય લક્ષ્યો પર ટાર્ગેટ હુમલાઓ સાથે જમીન દળોને સમર્થન આપી રહી છે. IDFએ કહ્યું કે અમે યુદ્ધના લક્ષ્યોને હાંસલ કરવા માટે અમારું કામ યથાવત રાખીશું. ઇઝરાયેલ તેના નાગરિકોની સુરક્ષા અને ઉત્તર ઇઝરાયેલના નાગરિકોને તેમના ઘરે પરત કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે.
આ ઓપરેશન પહેલા ઈઝરાયેલે અમેરિકાને કહ્યું હતું કે તે ઈઝરાયેલની સરહદની નજીક લેબનોનમાં હિજબુલ્લાના આતંકી ઠેકાણાઓને નિશાન બનાવીને મર્યાદિત વિસ્તારમાં ગ્રાઉન્ડ ઓપરેશન કરશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે આ મામલે જણાવ્યું હતું કે ઇઝરાયેલે અમને કહ્યું છે કે તેઓ હાલમાં સરહદ નજીક હિજબુલ્લાહના ઠેકાણાઓને નિશાન બનાવીને મર્યાદિત વિસ્તારમાં ગ્રાઉન્ડ ઓપરેશન ચલાવી રહ્યા છે. મિલરે કહ્યું કે યુ.એસ. ઇઝરાયેલ અને હિજબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામને સમર્થન આપવાનું ચાલુ રાખે છે,મધ્ય પૂર્વમાં સતત બગડતી પરિસ્થિતિને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે મધ્ય પૂર્વમાં સંપૂર્ણ યુદ્ધથી બચવું જોઈએ. તે આ અંગે ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ સાથે પણ વાત કરશે.






