Video: ટ્રમ્પ, પુતિન અને જિનપિંગની ઐતિહાસિક બેઠક, પરમાણુ સુરક્ષા સહિત વૈશ્વિક મુદ્દાઓ પર 81 મિનિટ મંથન

સોર્સ: gstv

ચીનના શેનઝેનમાં યોજાયેલા APEC સંમેલન દરમિયાન આધુનિક ઈતિહાસમાં પ્રથમ વખત અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે ઐતિહાસિક ત્રિપક્ષીય બેઠક યોજાઈ હતી. 81 મિનિટ ચાલેલી આ બેઠકમાં ત્રણેય પરમાણુ મહાસત્તાઓએ પરમાણુ યુદ્ધ ટાળવા, ઊર્જા સુરક્ષા વધારવા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના જોખમોને નિયંત્રિત કરવા પર સંમતિ દર્શાવી હતી. સંયુક્ત ઘોષણાપત્રમાં આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાલયને પોતાના અધિકાર ક્ષેત્રનો દુરુપયોગ ન કરવાની સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે. જોકે સત્તાવાર નિવેદનમાં યુક્રેન અને ઈરાન યુદ્ધનો ઉલ્લેખ ટાળવામાં આવ્યો હતો, પરંતુ બંધ બારણે થયેલી ચર્ચામાં આ પ્રાદેશિક સંઘર્ષોના ઉકેલ અને ઈરાનને પરમાણુ હથિયાર બનાવતું રોકવા પર મંથન થયું હતું. કોઈ નક્કર સમજૂતી વિના પૂરી થયેલી આ બેઠક દ્વારા પુતિને વૈશ્વિક મંચ પર મજબૂત વાપસી કરી છે, જ્યારે શી જિનપિંગે પોતાની જાતને એક નિર્ણાયક વૈશ્વિક મધ્યસ્થી તરીકે સ્થાપિત કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત