૨૦૨૬નો કેમિસ્ટ્રીનો નોબેલ સંયુક્ત રીતે બે વૈજ્ઞાનિકોને થયો એનાયત, જાણો તેમણે શેના પર કર્યું છે રિસર્ચ

સ્વીડનની રોયલ એકેડમીએ વર્ષ ૨૦૨૬નો કેમિસ્ટ્રીનો નોબેલ સંયુક્ત રીતે બે વૈજ્ઞાનિકોને આપ્યો છે. ફ્રાન્સના હેનરી બી. કાગન અને જાપાનના કેન્સો સોઆઇને આ વર્ષનો રસાયણ વિજ્ઞાનનો નોબેલ આપવામાં આવ્યો છે. આ વૈજ્ઞાનિકોએ કેમિકલના ૧૦૦ વર્ષ જુના એક કોયડાનું સમાધાન શોધી કાઢ્યું છે. આ સંશોધને દવાઓ, ફ્લેવર, સુગંધ અને નવી સામગ્રી બનાવવા માટે રાસાયણિક પ્રક્રિયા વિકસિત કરનારા વૈજ્ઞાનિકોના કામને નવી દિશા આપી છે.
આપણા શરીરના લોહી, માંસ, પ્રોટીન એક જ પ્રકારના અણુથી બનેલા છે. જેને વૈજ્ઞાનિક ભાષામાં હોમોચિરેલિટી કહેવામાં આવે છે. અમીનો એસિડ નામના અણુ પ્રોટીન બનાવે છે જે બે સ્વરુપમાં હોય છે. જોકે આપણા શરીરમાં માત્ર એક જ રૂમ મળે છે. બીજુ સ્વરૂપ પ્રકૃતિમાં બહુ જ ઓછુ દેખાય છે. જોકે જ્યારે વૈજ્ઞાનિક લેબમાં આ અણુ બનાવવામાં આવે તો બન્ને સ્વરૂપ બરાબર માત્રામાં બની જાય છે. દવા બનાવનારા એટલા માટે મંંુજવણમાં હતા કેમ કે દવામાં માત્ર એક જ સ્વરુપ અસર કરે છે. બીજુ સ્વરુપ બેકાર અથવા નુકસાનદાયક હોઇ શકે છે.
વર્ષ ૧૯૮૬માં હેનરી કાગન દ્વારા પોતાના સંશોધન માટે એક નવો ઉપાય શોધવામાં આવ્યો હતો. તેમણે રસાયણની પ્રક્રિયાને એવી રીતે ચલાવી કે એક સ્વરુપ બીજા સ્વરુપ કરતા વધુ બનવા લાગ્યું હતું. અગાઉ વૈજ્ઞાનિકો એવુ વીચારતા હતા કે બન્ને હંમેશા એક સરખા બનશે. વૈજ્ઞાનિક કાગને સાબીત કરી દીધુ કે નાની એવી શરૂઆત પણ મોટું પરિવર્તન લાવી શકે છે. જેનાથી એક તરફી અણુ બનાવવું સરળ થઇ ગયું. નોબેલ સમિતિએ કહ્યું હતું કે હેનરી બી. કાગન અને કેંસો સોઆઇને સદી જુની પહેલીનું નિરાકરણ શોધી કાઢ્યું છે. હવે વૈજ્ઞાનિકો દવા બનાવતી વખતે યોગ્ય અણુની પસંદગી કરી શકશે. ખાસ કરીને કેન્સર, સંક્રમણ અને અન્ય બીમારીઓમાં આ શોધની મદદથી તૈયાર થયેલી દવાઓ ફાયદાકારક સાબીત થઇ શકે છે.

