સીરિયા: ઈઝરાયેલના હુમલામાં ઈરાનના મોટા ખુફિયા અધિકારી સહિત 6 લોકોના મોત
સીરિયાના એક સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે ઈઝરાયેલે પશ્ચિમી દમાસ્કસના પ

સીરિયાના એક સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે ઈઝરાયેલે પશ્ચિમી દમાસ્કસના પડોશના મેઝેહમાં એક રહેણાંક ઇમારતને નિશાન બનાવી હતી, જે આ હુમલામાં ધ્વસ્ત થઈ હતી જેમાં ઘણા વિદેશી રાજદ્વારીઓ હતા.
ઈઝરાયેલ સિરિયાના મધ્ય પૂર્વ વિસ્તારમાં સતત હુમલો કરતું હોય છે. ત્યારે હમણાં કરેલા હુમલામાં ઈરાનના ગુપ્તચર અધિકારીઓના મોતના સમાચાર સામે આવ્યા છે. શનિવારે સીરિયાની રાજધાની દમાસ્કસ પર ઇઝરાયેલે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા ચાર ઇરાનીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે, જેમાં ઇરાની અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ઇમારતનો નાશ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પણ સીરિયા અને ઈરાનના સરકારી મીડિયા દ્વારા પણ આ હુમલાની પુષ્ટિ પણ કરવામાં આવી છે.
વિપક્ષી યુદ્ધના મોનિટર સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે જણાવ્યું હતું કે મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હતા, જેમાં પાંચ ઇરાનીઓ અને એક સીરિયનનો સમાવેશ થાય છે. ઓબ્ઝર્વેટરીના વડા રામી અબ્દુર્રહેમાને જણાવ્યું હતું કે તેમાંથી 3 ઇરાની કમાન્ડર હતા, જ્યારે અન્ય 4 લોકો હજુ પણ કાટમાળ નીચે લાપતા છે.
આ બાબતની સંપૂર્ણ જાણકારી ધરાવતા એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ બિલ્ડિંગનો ઉપયોગ રિવોલ્યુશનરી ગાર્ડના અધિકારીઓ દ્વારા કરવામાં આવતો હતો. પરંતુ હાલ આ હુમલામાં આખી ઈમારત નષ્ટ થઈ ગઈ છે અને આ હુમલામાં 10 લોકોના મોત થયા છે કે ઘાયલ થયા છે. આ અધિકારીઓ ઇરાન સમર્થિત એક જૂથ સાથે જોડાયેલ છે, પરંતુ તેમણે નામ ન આપવા જણાવ્યું હતું.






