મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ઓસ્ટ્રેલિયામાં મોલની અંદર ખુલ્લેઆમ ચાકુબાજી, સિડનીમાં 4 લોકોના મોતઃ અનેક લોકોને બહાર કઢાયા

ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં સ્થિત વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન મોલમાં ચાકુબાજીની ભયંકર ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.

ઓસ્ટ્રેલિયામાં મોલની અંદર ખુલ્લેઆમ ચાકુબાજી, સિડનીમાં 4 લોકોના મોતઃ અનેક લોકોને બહાર કઢાયા

ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં સ્થિત વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન મોલમાં ચાકુબાજીની ભયંકર ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ છરાબાજીમાં 4 લોકોના મોત થયા છે. મોલમાં રહેલા હુમલાખોરને પોલીસે ગોળી મારી દીધી છે. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે જણાવ્યું હતું કે ઈમરજન્સી કોલ્સમાં સાંજે 4 વાગ્યા પહેલા વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન મોલમાં ઘટના બન્યાની જાણ કરાઈ હતી. પોલીસે લોકોને આ વિસ્તારથી દૂર રહેવાની અપીલ કરી છે.

પોલીસે જણાવ્યું કે, આ ઘટના અંગે તપાસ ચાલુ છે. હજુ વધુ માહિતી મળી નથી. ઓસ્ટ્રેલિયન મીડિયા મુજબ આ ઘટના પછી અનેક લોકોને ત્યાંથી ખસેડવામાં આવ્યા હતા. કેટલાક લોકો હજુ પણ મોલમાં ફસાયેલા છે. મોલમાં હાજર લોકોએ કહ્યું કે, મોલમાં ગોળીબારનો અવાજ સંભળાયો હતો. લોકોને મોલમાંથી બહાર કાઢ્યાની 20 મિનિટ પછી પણ પોલીસ કમાન્ડો ફરતા હતા.

એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે એક મહિલા જમીન પર પડી હતી અને તેણે જ્વેલરી સ્ટોરમાં આશરો લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે ઓપરેશન ચાલી રહ્યું છે પરંતુ વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. સોશિયલ મીડિયા પર શેર થઈ રહેલા ફોટામાં દેખાઈ રહ્યું છે કે લોકો મોલમાંથી જીવ બચાવવા ભાગમભાગ કરી રહ્યા છે. પોલીસની ગાડીઓ અને ઈમરજન્સી સેવાઓ (એમ્બ્યુલન્સ) આ વિસ્તારમાં પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે મોલની અંદર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ હાજર છે. ઓછામાં ઓછા 4 લોકોના મોતના સમાચાર છે. માર્યા ગયેલા આ 4 લોકોમાં હુમલાખોરનો પણ સમાવેશ થાય છે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી. મૃત્યુ પામેલાઓમાં એક મહિલા અને તેનું બાળક પણ સામેલ છે.

આ સમાચાર શેર કરો