મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

નેપાળમાં સુશીલા કાર્કી બન્યા વચગાળાની સરકાર વડાપ્રધાન, ત્રણ મંત્રીઓએ પણ લીધા શપથ

નેપાળમાં યુવાનોના બળવા બાદ હવે સત્તાને લઈને સંઘર્ષ ચાલી રહ્યો છે. ત્યારે આજે (12 સપ્ટેમ્

નેપાળમાં સુશીલા કાર્કી બન્યા વચગાળાની સરકાર વડાપ્રધાન, ત્રણ મંત્રીઓએ પણ લીધા શપથ

નેપાળમાં યુવાનોના બળવા બાદ હવે સત્તાને લઈને સંઘર્ષ ચાલી રહ્યો છે. ત્યારે આજે (12 સપ્ટેમ્બર, 2025) ની રાત્રે નેપાળના પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી વચગાળાની સરકારના વડાપ્રધાન બન્યા છે. તેમણે આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિએ તેમને વડાપ્રધાન પદના શપથ લેવડાવ્યા છે. આ સાથે તેઓ નેપાળના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા છે. બીજી તરફ, રાષ્ટ્રપતિએ ત્રણ મંત્રીઓને પણ શપથ લેવડાવ્યા છે. કુલમન ઘીસિંગ, ઓમ પ્રકાશ આર્યલ, બાલાનંદ શર્મા મંત્રી તરીકે શપથ લીધા. જોકે, મંત્રિમંડળમાં કોઈ Gen-Zનો સમાવેશ નથી કરાયો.

અત્યંત હિંસક આંદોલન: સંસદ, નેતાઓના ઘરમાં આગ, બે જ દિવસમાં સરકાર ઉથલાવી

નેપાળમાં હિંસક Gen-Z આંદોલનમાં યુવાનોએ માત્ર બે જ દિવસમાં સરકાર ઉથલાવી નાંખી હતી. સંસદથી લઈને નેતાઓના ઘરમાં આગ લગાવી દેવાના કારણે કેબિનેટના તમામ મંત્રીઓ તથા તત્કાલીન સરકારના વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ જીવ બચાવીને ભાગવું પડ્યું હતું. કેટલાક પૂર્વ મંત્રીઓ અને નેતાઓને ભીડે માર પણ માર્યો. જે બાદ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે. આંદોલન બાદ સેનાએ મોરચો સંભાળ્યો હતો. જોકે બાદમાં સત્તા કોને સોંપવી તે મુદ્દે યુવાનો વચ્ચે જ ઘમસાણ થઈ હતી. જે બાદ હવે આખરે સુશીલા કાર્કીના નામ પર સહમતી બની. 

એક ભારતીય મહિલા સહિત કુલ 51ના મોત 

નોંધનીય છે કે નેપાળમાં યુવાનોએ ભ્રષ્ટાચાર તથા સોશિયલ મીડિયા બેનના વિરોધમાં આંદોલન શરૂ કર્યું હતું જેને અત્યંત હિંસક રૂપ ધારણ કર્યું હતું. આ આંદોલનમાં 51 લોકોના મોત થયા છે જ્યારે 1300 ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં એક ભારતીય મહિલા પણ સામેલ છે. તેઓ તેમના પતિ સાથે નેપાળના પશુપતિનાથ મંદિરમાં દર્શન કરવા ગયા હતા. જોકે ઉગ્રવાદીઓએ હોટલમાં આગ લગાવી દેતા પતિ-પત્નીએ જીવ બચાવવા ચોથા માળેથી છલાંગ લગાવી હતી. જેમાં પતિને ઈજા પહોંચી અને પત્નીનું સારવાર દરમિયાન નિધન થયું હતું. 

આ સમાચાર શેર કરો