અફઘાનિસ્તાન: કાબુલમાં આત્મઘાતી હુમલો, 6 લોકોના મોત
અફઘાનિસ્તાની રાજધાની કાબુલમાં આત્મઘાતી હુમલો થયો છે. જેમાં 6 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર મ

અફઘાનિસ્તાની રાજધાની કાબુલમાં આત્મઘાતી હુમલો થયો છે. જેમાં 6 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ આત્મઘાતી હુમલો દક્ષિણ કાબુલના કાલા-એ-બખ્તિયાર વિસ્તારમાં થયો હતો. જો કે હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ જર્દને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે. તેમજ વધુમાં જણાવ્યું કે, આ આત્મઘાતી હુમલામાં એક મહિલા સહિત છ નાગરિકો માર્યા ગયા છે. 13 લોકો ઘાયલ થયા છે.






