Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Students again started agitation against Khamenei in universities, raised slogans in protest

યુનિવર્સિટીઓમાં ફરી ખામેની સામે વિદ્યાર્થીઓએ શરૂ કર્યા આંદોલન, વિરોધ કરતાં લગાવ્યા નારા

Timeછેલ્લું અપડેટ : 23 Feb 2026
લાઇવ ટીવીGoogle News
યુનિવર્સિટીઓમાં ફરી ખામેની સામે વિદ્યાર્થીઓએ શરૂ કર્યા આંદોલન, વિરોધ કરતાં લગાવ્યા નારા
સોર્સ : GSTV
શનિવારથી શાળા કૉલેજોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં ઇરાનની કેટલીયે યુનિવર્સીટીઓમાં વિદ્યાર્થીઓએ ઇરાનના સર્વે સર્વા આયાતોલ્લાહ અલિ ખામેનીના વિરોધમાં દેખાવો યોજ્યા હતા. નારાબાજી શરૂ કરી હતી. અલિ ખામેનીના ફોટોગ્રાફોને આગ લગાડી હતી સાથે ઇરાનના પદભ્રષ્ટ રાજવીના પુત્ર રેઝા શાહ પહેલવી દ્વિતીયને ઇરાન પાછા આવી દેશને ઉગારવા માટે એલાન આપતા સૂત્રોચ્ચારો કર્યા હતા.
App Store

આ સમયે ખામેનીના સમર્થક જૂથો સાથે તેઓને મારામારી પણ થઇ ગઇ હતી.

આમ ખામેની તંત્ર એક તરફ અમેરિકાની ધમકી તો બીજી તરફ વિદ્યાર્થી આંદોલન તેમ બંને તરફથી ભીંસમાં આવી રહ્યું છે.

વિદ્યાર્થીઓ ખામેનીને હત્યારા નેતા કહ્યા

આ ઘટના વિષેના વિડીયોમાં તહેરાનની શરીફ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ ખોમેનીને હત્યારા નેતા કહેતા ફરતા હતા. આ વિદ્યાર્થીઓએ હાથ ધરેલાં આંદોલનો સ્થાનિક ન્યૂઝ એજન્સીઓ પોસ્ટ્સ અને સોશ્યલ મીડીયા ઉપર છવાઈ રહ્યાં હતાં.

ગયા મહિને થયેલાં સરકાર વિરોધી દેખાવોમાં માર્યા ગયેલાઓના હજારોનાં ચાલીસમાની ધાર્મિક ક્રિયાને દિવસે આ તોફાનો ફાટી નીકળ્યાં હતાં. તે દિવસોમાં થયેલાં રમખાણો 1979માં ઇસ્લામિક રીવોલ્યુશનરીઝ દ્વારા થયેલાં રમખાણો પછી આ સૌથી પ્રચંડ રમખાણો બની રહ્યાં છે.

આ દેખાવકારી વિદ્યાર્થીઓ સાથે સરકાર તરફી બાસજી મિલિશિયા સાથે અથડાવવામાં આવ્યા હતા. આ બાસજી જૂથ દેખાવો કરનારાઓ સાથે અથડામણમાં આવ્યું હતું. આ કટ્ટર પંથી જૂથ બાસજી જૂથ પોલીસને પણ સહાય કરતું રહેતું હતું.

યુનિવર્સિટીઓમાં કરાયા દેખાવ

આ પ્રકારના દેખાવો બેહીશ્ત અને અમીરકાદીર યુનિવર્સિટીઓમાં પણ થયા હતા. તેમની ઉત્તર પૂર્વનાં મશદની યુનિવર્સિટીમાં પણ દેખાવો યોજાયા હતા. જેના વિડીયો હાલ્વશ નામક પ્રસાર સંસ્થાના વિડીયોમાં પણ દેખાતા હતા. જ્યારે અબ્દનાનનામક પશ્ચિમનાં શહેરમાં દેખાવકારો ખામેની મુર્દાબાદ સરમુખત્યાર મુર્દાબાદ જેવા નારા લગાવતા હતા.