મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

સિંગાપોરમાં COVID-19ના 25,900 કેસ નોંધાયા, સરકારે જાહેર કરી ગાઈડલાઈન

સિંગાપોરમાં કોવિડ -19 વેવ જોવા મળી રહ્યો છે. 5 થી 11 મે સુધીમાં 25,900 થી વધુ કે

સિંગાપોરમાં COVID-19ના 25,900 કેસ નોંધાયા, સરકારે જાહેર કરી ગાઈડલાઈન

સિંગાપોરમાં  કોવિડ -19 વેવ જોવા મળી રહ્યો છે. 5 થી 11 મે સુધીમાં 25,900 થી વધુ કેસ નોંધ્યા હતા, જ્યારે આરોગ્ય પ્રધાન ઓંગ યે કુંગે શનિવારે ફરીથી માસ્ક પહેરવાની સલાહ આપી હતી.

મંત્રી ઓંગ યેને જણાવ્યું હતું કે "અમે વેવના પ્રારંભિક સ્ટેજમાં છીએ જ્યાં તે વધવાનું ચાલુ રાખશે. હું કહીશ કે લહેર આગામી બે થી ચાર અઠવાડિયામાં ટોચ પર પહોંચવી જશે"

આરોગ્ય મંત્રાલય (MOH) એ જણાવ્યું હતું કે 5 થી 11 મેના સપ્તાહ માટે COVID-19 કેસોની અંદાજિત સંખ્યા વધીને 25,900 થઈ ગઈ છે, જે અગાઉના સપ્તાહમાં 13,700 કેસની સરખામણીએ હતી. સરેરાશ દૈનિક COVID-19 હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા વધીને લગભગ 250 થઈ ગઈ છે, જે એક સપ્તાહ અગાઉ 181 હતી.

હોસ્પિટલની પથારીની ક્ષમતાને લઈને MOHએ જણાવ્યું હતું કે તે જાહેર હોસ્પિટલોને તેમના બિનજરૂરી ઓપરેશનના કેસો ઘટાડવા અને દર્દીઓને ટ્રાન્ઝિશનલ કેર સુવિધાઓમાં અથવા મોબાઇલ ઇનપેશન્ટ કેર એટ હોમ દ્વારા ઘરે પાછા મોકલવા જણાવ્યું હતું જેને વૈકલ્પિક ઇનપેશન્ટ કેર ડિલિવરી મોડલ કહે છે. ઓછા ઇન્ફેક્શનવાળા દર્દીઓ પાસે હોસ્પિટલના વોર્ડને બદલે તેમના પોતાના ઘરે એડમીટ થવાનો વિકલ્પ હોય છે.

ઓન્ગે એવા લોકોને વિનંતી કરી છે કે જેમને ગંભીર બીમારીનું જોખમ છે, જેમાં 60 અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ અને વૃદ્ધોને કોવિડ -19 ના બુસ્ટરનો ડોઝ મળવા જોઈએ.

આ સમાચાર શેર કરો