Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Signs of US U-turn on H1B visa fee hike! Know who can get new relaxation

H1B વિઝા ફી વધારા પર USના યુટર્નના સંકેત! જાણો કોને મળી શકે છે નવી છૂટછાટ

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2025
લાઇવ ટીવીGoogle News
H1B વિઝા ફી વધારા પર USના યુટર્નના સંકેત! જાણો કોને મળી શકે છે નવી છૂટછાટ
સોર્સ : GSTV

 ટ્રેડ ડીલ અને ટેરિફ અંગે વિવાદ બાદથી જ ભારત અને અમેરિકાના સંબંધોમાં સતત ખટાશ વધી રહી છે. એવામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાની ફીઝમાં તોતિંગ વધારો કરી 1 લાખ ડોલર કરી નાંખી. H1B વિઝાનો સૌથી વધુ લાભ ભારતીયો જ ઉઠાવતા હતા. જોકે હવે ટ્રમ્પની ટીમ દ્વારા આ મામલે પણ યુટર્નના સંકેત મળ્યા. હવે કહેવાઈ રહ્યું છે કે અમુક લોકોને ફીઝમાં છૂટ અપાઈ શકે છે. 

App Store

આ લોકોને મળી શકે છે છૂટ

H1B વિઝામાં ફીઝ વધારાના કારણે સૌથી મોટો ઝટકો અમેરિકાની દિગ્ગજ ટેક અને આઈટી કંપની તથા મેડિકલ ક્ષેત્રને થયો છે. આ નિર્ણયના કારણે કંપનીઓ અને કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ છે. એવામાં વ્હાઈટ હાઉસે સંકેત આપ્યા છે કે ડૉક્ટર તથા મેડિકલ રેસિડેન્ટ્સને ફીઝ વધારામાંથી છૂટ આપવામાં આવી શકે છે. વ્હાઈટ હાઉસના પ્રવક્તા ટેલર રોઝર્સે અંગે જાણકારી આપી છે.

નોંધનીય છે કે અમેરિકાના દૂરસુદૂર ગ્રામીણ વિસ્તારોમાં ભારતથી ગયેલા તબીબો જ સેવાઓ પૂરી પાડે છે. એવામાં વિઝા ફી વધારા બાદ ત્યાંનાં દર્દીઓ પર તેની સીધી અસર થઈ શકે છે. અમેરિકન મેડિકલ એસોસિએશનના પ્રમુખ બોબી મુક્કામલાએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 

ટોપિક્સ:usavisa